Shubman Gill record as captain: 121 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતે પાંચમા દિવસે એક વિકેટે 63 રનથી પોતાની ઇનિંગ ફરી શરૂ કરી. તેમને જીતવા માટે ફક્ત 58 રનની જરૂર હતી. ભારતે આખરે 35.2 ઓવરમાં ત્રણ વિકેટે 124 રન બનાવ્યા. કે. એલ રાહુલે 58 રન બનાવીને નોટઆઉટ રહ્યો. આ જીત સાથે, કેપ્ટન શુભમન ગિલે કેપ્ટન તરીકે ટેસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ કરીને શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકે ઇતિહાસ રચ્યો છે.
ગિલે ઇતિહાસ રચ્યો
ગિલ કેપ્ટન તરીકે 7 ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવનાર સંયુક્ત ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આમ કરીને, શુભમન ગિલે રોહિત શર્મા અને અજિંક્ય રહાણેની બરાબરી કરી છે. સચિન, દ્રવિડ અને કોહલીએ કેપ્ટન તરીકે પોતાની પહેલી 7 ટેસ્ટમાં ત્રણ-ત્રણ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. અહિયાં નોંધનીય છે કે, શુભમન ગિલ ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે માત્ર 6 જ ટેસ્ટ મેચ રમ્યો છે.
ભારતીય કેપ્ટન તરીકે 7 ટેસ્ટ મેચ પછી સૌથી વધુ જીત
5: સૌરવ ગાંગુલી
5: એમએસ ધોની
4: અજિંક્ય રહાણે
(6 મેચ) 4: શુભમન ગિલ
4: રોહિત શર્મા
3: સચિન તેંડુલકર/રાહુલ દ્રવિડ/વિરાટ કોહલી
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ બીજી મેચનું પર્ફોર્મન્સ
ઓપનર યશસ્વી જયસ્વાલના 175 રન અને કેપ્ટન શુભમન ગિલના નોટઆઉટ 129 ની સેંચુરીની મદદથી ભારતે પાંચ વિકેટે 518 રન પર પોતાની પ્રથમ ઇનિંગ ડિકલેર કરી. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 248 રન જ બનાવી શક્યું અને ફોલોઓન કરવાની ફરજ પડી. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં, જોન કેમ્પબેલે 199 બૉલમાં 115 રન અને શાઈ હોપ 214 બોલમાં 103 રન ફટકાર્યા. ત્રીજી વિકેટ માટે 177 રન ઉમેર્યા, જેનાથી ટીમ 390 રન સુધી પહોંચી ગઈ. આનાથી મેચ પાંચમા દિવસ સુધી લંબાઈ. ભારતે અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ ત્રણ દિવસમાં એક ઇનિંગ અને 140 રનથી જીતી હતી.