logo-img
Ind Vs Wi India Won The Test Series Under The Captaincy Of Shubman Gill

IND vs WI; શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટેસ્ટ સીરિઝ જીતી : બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને, 382 દિવસ પછી ટેસ્ટ સીરિઝમાં જીત મેળવી

IND vs WI; શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટેસ્ટ સીરિઝ જીતી
Published by: Offbeat Team
| Last Updated: Oct 14, 2025, 05:40 AM IST

IND vs WI: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-0 થી જીતી લીધી છે. બીજી ઇનિંગમાં ભારતને 121 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે લક્ષ્ય ભારતીય ટીમે પાંચમા દિવસના પહેલા કલાકમાં જ હાંસલ કરી લીધો. કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પહેલી ટેસ્ટ સીરિઝમાં જીત છે. ભારતે પોતાનો પ્રથમ ઈનિંગ્સમાં 518 રન પર ડિકલેર કર્યો. વેસ્ટ ઈન્ડિઝ ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 248 રનમાં ઓલઆઉટ થઈ હતી, ત્યારપછી ટીમ ઈન્ડિયાએ ફોલો-ઓન લાગુ કર્યું. બીજી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝે 390 રન બનાવ્યા, જેનાથી ભારતને જીત માટે 121 રનનો લક્ષ્યાંક મળ્યો. ચેસ કરતી વખતે કે. એલ રાહુલે હાફ-સેંચુરી ફટકારી.

યશસ્વી અને ગિલનું પર્ફોર્મન્સ

અરુણ જેટલી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ હતી, તેથી શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલે પહેલા દિવસે પોતાની સેંચુરી પૂર્ણ કરી. કે. એલ રાહુલ 38 રને આઉટ થઈ ગયો, પછી જયસ્વાલ અને સાઈ સુદર્શને સાથે મળીને 193 રનની ભાગીદારી કરી. સુદર્શન 87 રન બનાવીને આઉટ થયો. ગિલ સાથેના મતભેદને કારણે જયસ્વાલ બીજા દિવસે ડબલ-સેંચુરી ચૂકી ગયો, 175 રન બનાવીને રન આઉટ થયો. આ ઇનિંગમાં જયસ્વાલે 22 ચોગ્ગા ફટકાર્યા. બીજા દિવસે, કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની સેંચુરી પૂરી કરી અને નોટઆઉટ રહ્યો, કારણ કે ભારતે પોતાનો પ્રથમ ઇનિંગ 518/5 પર ડિકલેર કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ 43 અને ધ્રુવ જુરેલે 44 રન ફટકાર્યા હતા.

કુલદીપ યાદવે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી.

ત્રીજા દિવસના બીજા સત્રમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 248 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જેમા કુલદીપ યાદવે એલિક એથાનાસે, શાઈ હોપ, ટેવિન ઇમલાચ, જસ્ટિન ગ્રીવ્સ અને જેડેન સીલ્સને આઉટ કરીને પાંચ વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ પણ ત્રણ વિકેટ લીધી, જે ત્રણેય તેણે બીજા દિવસે લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે પ્રથમ ઇનિંગમાં એક-એક વિકેટ લીધી હતી.

ભારતે ફોલોઓન લાગુ કર્યું

વેસ્ટ ઈન્ડિઝ ફોલોઓન ટાળી શક્યું નહીં, જેના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝને ફરીથી બેટિંગમાં લાવવાનો પ્રયાસ કર્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 35 રનના સ્કોર પર પોતાની પહેલી બે વિકેટ (તેજનરીન ચંદ્રપોલ અને એલિક એથાનાસે) ગુમાવી દીધી, પરંતુ જોન કેમ્પબેલ અને શાઈ હોપે 177 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિર કરી. કેમ્પબેલે 115 અને શાઈ હોપે 103 રન બનાવ્યા. આ કેમ્પબેલની પહેલી ટેસ્ટ સેંચુરી હતી, અને તે 2002 પછી ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન બન્યો. હોપની પહેલી ટેસ્ટ સેંચુરી 2017 માં આવી હતી.

ભારતને જીત માટે 121 રનનો લક્ષ્યાંક

કેમ્પબેલ અને હોપની સદી બાદ, રોસ્ટન ચેઝ અને જસ્ટિન ગ્રીવ્સે પણ સારી બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને ઇનિંગ્સ હારથી બચાવ્યું. ચેઝે 40 અને ગ્રીવ્સે 50 રન બનાવ્યા. જેડેન સીલ્સે 32 રન બનાવ્યા, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 121 રનનો લક્ષ્યાંક આપ્યો. ઇતિહાસમાં આ ફક્ત ચોથી વખત હતું જ્યારે ભારતે ફોલો-ઓન લાગુ કર્યું હતું અને ત્યારબાદ ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવાની ફરજ પડી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 175 રન બનાવનાર યશસ્વી જયસ્વાલ બીજા ઇનિંગ્સમાં 8 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારપછી, કે. એલ રાહુલ અને સાઈ સુદર્શન વચ્ચે 79 રનની ભાગીદારી થઈ. મેચના અંતિમ દિવસે 39 રન બનાવ્યા બાદ સુદર્શન રોસ્ટન ચેઝના હાથે કેચ આઉટ થયો હતો. અને શુભમન ગિલ પણ 15 બૉલમાં 13 રન બનાવીને આઉટ થયો. ત્યાર પછી ધ્રુવ જૂરેલ અને કે. એલ રાહુલે ભારતીય ટીમને જીત આપવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now