હોંગકોંગ તેની ભવ્ય જીવનશૈલી, ઝળકતા સ્કાયસ્ક્રેપર્સ અને વિશ્વપ્રસિદ્ધ સુંદરતા માટે જાણીતું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે, પરંતુ આ ચમકદાર શહેરની બીજી બાજુ અજાણી અને દુઃખદ છે. અહીં પ્રાણીઓને નહીં, પરંતુ માણસોને નાના લોખંડના પાંજરામાં રહેવું પડે છે!
પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા
આજે પણ હોંગકોંગમાં હજારો લોકો મોંઘા ઘરો પરવડી શકતા નથી. પરિણામે, તેઓ પ્રાણીઓ જેવા પાંજરામાં જીવન વિતાવવા મજબૂર છે. આ પાંજરા પણ સરળતાથી મળતા નથી દરેક પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા છે અને તે જર્જરિત ઘરોમાં રાખવામાં આવે છે. રહેઠાણની આ ભયાનક કમીને કારણે, એક જ એપાર્ટમેન્ટમાં 100 લોકોને પાંજરામાં રહેવું પડે છે.
પાંજરા-ઘરોમાં લગભગ 1 લાખ લોકો
આખા એપાર્ટમેન્ટમાં માત્ર બે શૌચાલય હોય છે, જે તેમની મુશ્કેલીઓને વધુ ગંભીર બનાવે છે. સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, હાલમાં હોંગકોંગમાં આવા પાંજરા-ઘરોમાં લગભગ 1 લાખ લોકો રહે છે. આ પાંજરા કદમાં નાના કેબિન કે શબપેટી જેટલા હોય છે. ગાદલાને બદલે, લોકો વાંસની સાદડીઓ પર સૂઈને રાત વિતાવે છે.આ છે હોંગકોંગનું અંધારું ચહેરો જ્યાં ચમક પાછળ માનવતા પાંજરામાં કેદ છે!




















