logo-img
The Cheapest And Tastiest Way To Lose Weight A Great Recipe For Sprouts

વજન ઘટાડવાનો સૌથી સસ્તો અને ટેસ્ટી ઉપાય : 15 દિવસમાં જ દેખાશે ફરક! જાણો સ્પ્રાઉટ્સની જબરદસ્ત રેસીપી

વજન ઘટાડવાનો સૌથી સસ્તો અને ટેસ્ટી ઉપાય
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 10:51 AM IST

Sprouts recipe: વજન ઘટાડવું હોય તો સવારનો નાસ્તો સૌથી મહત્વનો હોય છે. ફણગાવેલા મગ, ચણા કે મઠના સ્પ્રાઉટ્સ પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે, પાચન સુધારે અને મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. પરંતુ માત્ર કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી કંટાળો આવે તો ચિંતા નહીં! અહીં ત્રણ એવી મજેદાર રીત છે જેનાથી સ્પ્રાઉટ્સ ખાવાની મજા આવશે અને વજન પણ ઝડપથી ઘટશે.

1. સ્પ્રાઉટ્સ વેજિટેબલ સલાડ (સૌથી સરળ અને ઝડપી)

સામગ્રી

1 કપ મિક્સ સ્પ્રાઉટ્સ (મગ-ચણા)

1 કાકડી, 1 ટામેટું, 1 ડુંગળી (બારીક સમારેલા)

1 ગાજર (ખમણેલું), 1 શિમલા મિર્ચ (બારીક કટ)

થોડા બાફેલા વટાણા/કઠોળ (વૈકલ્પિક)

1 લીંબુ, ચપટી ચાટ મસાલો, કાળું મીઠું, લીલા ધાણા

તૈયાર કરવાની રીત

બધી સામગ્રી એક વાટકીમાં ભેગી કરો, લીંબુ નીચોવો, ચાટ મસાલો અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. 5 મિનિટમાં તૈયાર!

આ સલાડ લગભગ 150-180 કેલરીનું હોય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

2. સ્પ્રાઉટ્સ ફ્રૂટ ચાટ (મીઠાશ સાથે હેલ્ધી ટ્વિસ્ટ)

સામગ્રી

1 કપ સ્પ્રાઉટ્સ

1 સફરજન, 1 કિવી, 1 નારંગી, 2 ચમચી દાડમના દાણા

થોડી ચેરી કે સ્ટ્રોબેરી (વૈકલ્પિક)

ચાટ મસાલો, કાળું મીઠું, લીંબુ

રીત

બધા ફળો નાના ટુકડા કરી સ્પ્રાઉટ્સ સાથે મિક્સ કરો. ઉપરથી ચાટ મસાલો, કાળું મીઠું અને લીંબુ નાખો. ફળોની મીઠાશથી સ્પ્રાઉટ્સનો કડવો સ્વાદ એકદમ છુપાઈ જશે અને બાળકો પણ ખુશીથી ખાશે.

3. મસાલેદાર બાફેલા સ્પ્રાઉટ્સ (જ્યારે કાચા ન ખાવા હોય)

સામગ્રી

1 કપ સ્પ્રાઉટ્સ

1 ડુંગળી, 2 ટામેટાં, 2 લીલા મરચાં

1/2 ચમચી આદુ-લસણ પેસ્ટ, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા-જીરું પાવડર, ચપટી હિંગ

થોડું તેલ, મીઠું, ધાણા

રીત

પ્રેશર કૂકરમાં સ્પ્રાઉટ્સને 1-2 સીટી બાફી લો (વધારે ન બાફવા, ક્રંચી રહે). કડાઈમાં થોડું તેલ ગરમ કરી હિંગ-જીરું વઘારો, ડુંગળી-મરચું સાંતળો. ટામેટાં, મસાલા નાખી થોડું શાક બનાવો, બાફેલા સ્પ્રાઉટ્સ ઉમેરી 2-3 મિનિટ મિક્સ કરો. ઉપરથી ધાણા નાખી સવ કરો.

આ ત્રણેય રીતથી તમે રોજ સ્પ્રાઉટ્સ ખાઈ શકશો બિલકુલ કંટાળ્યા વગર! સવારે મુઠ્ઠીભર સ્પ્રાઉટ્સ નાસ્તામાં લેવાથી 7-15 દિવસમાં જ વજન ઘટવા લાગશે અને એનર્જી પણ બમણી રહેશે. આજથી જ શરૂ કરો અને પોતાનો ફરક જુઓ!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now