logo-img
Serial Killer Diogo Head Was Preserved For 150 Years

આ સિરિયલ કિલરનું માથું કેમ 150 વર્ષથી સાચવીને રાખવામાં આવ્યું? : જાણો ચોંકવાનારૂ કારણ

આ સિરિયલ કિલરનું માથું કેમ 150 વર્ષથી સાચવીને રાખવામાં આવ્યું?
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 09:45 AM IST

Serial Killer Diogo Alves Story : ડિઓગોનો જન્મ 1810 માં સ્પેનના ગેલિસિયામાં થયો હતો. યુવાનીમાં તે કામ શોધવા માટે પોર્ટુગલના લિસ્બન આવ્યો હતો. ડિઓગો લાંબા સમય સુધી કામ શોધતો રહ્યો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. જેનાથી તે ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. ડિઓગો શરૂઆતમાં ખેડૂતોને નિશાન બનાવીને લૂંટનો આશરો લેતો હતો. આ માટે તેણે લિસ્બનમાં એક નદી પરનો પુલ પસંદ કર્યો, જ્યાં ખેડૂતો ઘણીવાર સાંજે અનાજ અને શાકભાજી વેચીને તેમના ગામડાઓ પાછા ફરતા હતા. જ્યારે પણ તે એકલા ખેડૂતને ત્યાંથી પસાર થતો જોતો, ત્યારે તે લૂંટના આરોપમાં તેમની હત્યા કરતો અને તેમનો મૃતદેહ પુલ પરથી નદીમાં ફેંકી દેતો હતો.

ડિઓગોએ આવા ડઝનબંધ ખેડૂતોની હત્યા કરી હતી. જ્યારે પોલીસને ગુમ થયેલા ખેડૂતોના સમાચાર મળ્યા હતા, ત્યારે તેઓએ ધાર્યું કે તેઓ આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. જોકે, નદીમાંથી કેટલાક મૃતદેહ મળી આવ્યા હતા, જેના પર તીક્ષ્ણ હથિયારોના નિશાન હતા. જેનાથી પોલીસને શંકા ગઈ કે ખેડૂતોની હત્યા કરવામાં આવી રહી છે.

ડિઓગોએ લૂંટ કરવાનું બંધ કર્યું અને ત્રણ વર્ષ સુધી ભૂગર્ભ ઉતરી ગયો

જ્યારે પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે ડિઓગોએ લૂંટ કરવાનું બંધ કર્યું અને ત્રણ વર્ષ સુધી ભૂગર્ભમાં ગયો. તે પછી તેણે ફરીથી લૂંટ શરૂ કરી. ડિઓગોને સમજાયું કે જો તે એકલો રહેશે, તો તે મોટા પાયે લૂંટ ચલાવી શકશે નહીં અને પકડાઈ જવાનું જોખમ રહેશે. પરિણામે તેણે એવા લોકોને શોધવાનું શરૂ કર્યું જે અત્યંત ગરીબ હતા. આમ કરીને, તેણે ડઝનેક લોકોની એક ગેંગ બનાવી અને મોટા ગુનાઓ કરવાનું શરૂ કર્યું. ડિઓગોએ પોલીસનો સામનો કરવા માટે મોટી માત્રામાં હથિયારો પણ ખરીદ્યા. લગભગ એક વર્ષ સુધી, ડિઓગોએ ડઝનેક લોકોને મારી નાખ્યા. તેણે ક્યારેય તેના પીડિતોને જીવતા છોડ્યા નહીં. લિસ્બન પોલીસના અહેવાલો અનુસાર, તેને લોકોને નિર્દયતાથી મારવામાં આનંદ આવતો હતો.

70 થી વધુ લોકોની ક્રૂર હત્યા....

પોલીસ ડિઓગોની ગેંગથી વાકેફ હતી, પરંતુ તે ઘણીવાર દિવસ દરમિયાન તેની ગેંગ સાથે જંગલમાં છુપાઈ રહેતો, જેથી તેઓ પોલીસની પહોંચથી દૂર રહે. દરમિયાન ડિઓગો અને તેની ગેંગે લિસ્બનમાં એક ડૉક્ટરના ઘર પર દરોડો પાડ્યો. તેને લૂંટ્યા પછી તેણે ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરી અને ભાગી ગયો. પોલીસને આ ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવી અને શંકા ગઈ કે ડિઓગો નજીકમાં ક્યાંક છુપાયેલો છે. અંતે થોડા દિવસો પછી, ડિઓગોને 1941 માં 70 થી વધુ લોકોની ક્રૂર હત્યાઓ માટે પકડવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.

ડિઓગોનું માથું કાયમ માટે સાચવી રાખવામાં આવ્યું

ડિઓગોને ફાંસી આપવામાં આવી તે સમયે ફ્રેનોલોજી પોર્ટુગલમાં એક લોકપ્રિય વિષય હતો. ફ્રેનોલોજી એ મગજના કોષોનો અભ્યાસ છે જે વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરી શકે છે. આ હેતુ માટે વૈજ્ઞાનિકો સતત માનવ માથા શોધી રહ્યા હતા. જેના કારણે એક પોર્ટુગીઝ વૈજ્ઞાનિકે ડિઓગોના માથા માટે કોર્ટમાં અપીલ કરી. ફાંસી પછી, ડિઓગોનું માથું કાપીને સાચવી રાખવામાં આવ્યું. વૈજ્ઞાનિકોએ તેના મગજની તપાસ કરી હોવા છતાં, તેઓ તેના વ્યક્તિત્વને પ્રગટ કરી શકે તેવા કોષો ઓળખી શક્યા નહીં. પરિણામે ડિઓગોનું માથું કાયમ માટે સાચવી રાખવામાં આવ્યું હતું, અને તે લિસ્બન યુનિવર્સિટીમાં હોવની પણ વિગતો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now