Home International Large Pakistan China Turkey Arms Network Busted In Delhi

દિલ્હીમાં ફરી ખતરાની ઘંટડી : બોમ્બ બ્લાસ્ટના માંડ 10 દિવસમાં પાકિસ્તાન-ચીન-તુર્કી હથિયારોનું મોટું નેટવર્ક ઝડપાયું, આતંકનો નવો પ્લાન નિષ્ફળ

દિલ્હીમાં ફરી ખતરાની ઘંટડી
Published by: OBS Bureau
Last Updated: Nov 22, 2025, 09:54 AM IST

Delhi arms network exposed: દિલ્હીમાં 12 નવેમ્બરે થયેલા બોમ્બ વિસ્ફોટોના માંડ 10 દિવસ પછી રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર મોટો પ્રશ્ન ઉભો થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન, ચીન અને તુર્કી સાથે સીધા જોડાયેલા એક આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં અત્યાધુનિક પિસ્તોલો, રિવોલ્વર અને મોટી માત્રામાં કારતૂસો સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનું કાવતરું

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે પણ જોડાયેલું હોવાની શંકા છે, જેના ઈશારે ગયા મહિને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનું કાવતરું ઘડાયું હતું. હથિયારો ચીન અને તુર્કીમાંથી બનાવવામાં આવતા હતા અને પાકિસ્તાન મારફતે ભારતમાં દાણચોરીથી લાવવામાં આવતા હતા. આ નેટવર્કનો મુખ્ય સરગના ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-એનસીઆરમાં કાર્યરત હતો. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીમાં આતંકવાદી હુમલાઓ માટે હથિયારો

જપ્ત કરાયેલા હથિયારોમાં અમેરિકન અને તુર્કી મેડની અત્યાધુનિક પિસ્તોલોનો સમાવેશ થાય છે, જે ભારતમાં સામાન્ય રીતે ઉપલબ્ધ નથી હોતા. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “આ નેટવર્ક દિલ્હીમાં આતંકવાદી હુમલાઓ માટે હથિયારો પહોંચાડવાનું કામ કરી રહ્યું હતું. બોમ્બ બ્લાસ્ટની તપાસ દરમિયાન મળેલી કેટલીક લીડ્સના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.”હાલ આ કેસની તપાસ એનઆઈએને પણ સોંપવામાં આવી રહી છે કારણ કે આમાં આંતરરાષ્ટ્રીય કાવતરું અને આતંકવાદી સંગઠનોની સંડોવણી સ્પષ્ટ દેખાઈ રહી છે.દિલ્હીવાસીઓ માટે આ સતત બીજો મોટો ઝટકો છે અને સુરક્ષા એજન્સીઓએ હવે રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now