IAF Tejas jet crashes in Dubai: દુબઈ એર શોમાં એક દુર્ઘટના બની. ભારતનું સ્વદેશી રીતે વિકસિત હળવું લડાયક વિમાન, LCA તેજસ, એક પ્રદર્શન ઉડાન દરમિયાન ક્રેશ થયું. આ ઘટના બરાબર 2:10 વાગ્યે બની, જ્યારે હજારો દર્શકો વિમાનને તેના કરતબો બતાવતા જોઈ રહ્યા હતા.
વિમાન હવામાં એક શાનદાર ટર્ન લઈ રહ્યું હતું ત્યારે અચાનક તેણે કાબુ ગુમાવ્યો. અમુક સેકન્ડોમાં, તેજસ નીચે નમતુ દેખાયું અને સીધું જમીન પર અથડાયું. ટક્કર થતાં જ, એક જોરદાર વિસ્ફોટ થયો, જેનાથી અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા.
નેગેટિવ G-ફોર્સ ટર્નમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ ગયો પાઇલટ
અહેવાલો અનુસાર, પાઇલટ નકારાત્મક નેગેટિવ G-ફોર્સમાંથી બહાર નીકળી શક્યો નહીં, જેના કારણે વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. વીડિયોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે તેજસ કોઈ ગ્લાઇડિંગ વિના સીધું નીચે પડી ગયું. આનો અર્થ એ છે કે રિકવરી ફેઇલ ગઈ, અને વિમાન ફ્રી-ફોલમાં ગયું.
દુબઈ એર શો વિશ્વના અગ્રણી એવિએશન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરની એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાત્કાલિક ઘટનાસ્થળે કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.




















