Home Gujarat Sanand Cg Semi Osat Plant Pm Modi Inauguration Chip Production

'સુનતે હોના બિનોદ... કામ બોલે છે!' : સાણંદમાં PM મોદીએ કર્યું CG સેમિ. OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન, 20 વર્ષ જૂનું સપનું થયું સાકાર

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 01:12 PM IST

Ahmedabad News: ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. નોંધનીય છે કે, છેલ્લા માત્ર 4 મહિનામાં દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન (વ્યાપારી ઉત્પાદન) શરૂ થઈ ગયું છે, જે ભારતની અદભુત કાર્યગતિ દર્શાવે છે. આ અવસરે પીએમ મોદીએ વિરોધીઓ અને ટીકાકારો પર કટાક્ષ કરતા પ્રખ્યાત ડાયલોગની શૈલીમાં કહ્યું, "સુનતે હોના બિનોદ... કામ બોલતા હૈ, કામ બોલે છે!"

કચ્છમાં કુખ્યાત આરોપી સામે બુલડોઝર કાર્યવાહી : ₹1.16 કરોડનું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું

વર્ષે 20 લાખ નહીં, 20 કરોડ ચિપ નીકળશે: પીએમ મોદીનો મોટો લક્ષ્યાંક

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પ્લાન્ટની ક્ષમતા વિશે વાત કરતા જણાવ્યું કે, "અહીં દર વર્ષે 20 કરોડ ચિપ્સ બનશે. કોઈને એવું લાગતું હશે કે મોદીજીએ ભૂલથી 20 લાખના બદલે 20 કરોડ કહી દીધું? ના, આ ભૂલ નથી." વધુમાં તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં દર વર્ષે 500 કરોડ ચિપ્સના નિર્માણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જે રોજની 1.5 કરોડથી પણ વધારે થાય છે. સેમિકોન પ્રોગ્રામ જે રીતે 'ચિપ બાય ચિપ' ગતિ પકડી રહ્યો છે તેનાથી દેશ આ લક્ષ્ય પણ વહેલો હાંસલ કરી લેશે.

"20 વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે પગમાં બેડીઓ બાંધી હતી"

પીએમ મોદીએ ભાવુક થઈને તેમના જૂના દિવસો યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, 20 વર્ષથી પણ વધુ સમય પહેલાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગાંધીનગર-પ્રાંતિજ પાસે 350થી 400 એકર જમીન નક્કી કરીને સેમી પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી હતી. પરંતુ તે સમયની કેન્દ્ર સરકારના પગમાં બેડીઓ લાગેલી હતી અને સહયોગ ન મળતાં વાત આગળ વધી શકી નહોતી. મીડિયા પણ આ વિષય પર તેમની મજાક ઉડાવતું હતું. આજે જ્યારે આ સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે તેમને સર્વાધિક ખુશી થઈ રહી છે.

દરિયાની લહેરો વચ્ચે સુરક્ષાની દીવાલ : કચ્છની સરહદે મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન

સાણંદ બનશે ભારતની 'સિલિકોન વેલી'

પીએમ મોદીએ વૈશ્વિક ઉદાહરણો આપતા કહ્યું કે, દુનિયાની કોઈ પણ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પાવર એક ફેક્ટરથી નથી બની. અમેરિકાની સિલિકોન વેલી, તાઈવાનનું સિન્ચુ સાયન્સ પાર્ક કે જાપાનનું સિલિકોન આઈકોન આ બધું 'ક્લસ્ટર'ના મહત્વને કારણે સફળ થયું છે. આજે સાણંદ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. થોડા જ મહિનાઓમાં માઇક્રોન, કેન્યાસ અને સીજી સેમીએ ઉત્પાદન શરૂ કરી દીધું છે. દેશમાં સેમિકન્ડક્ટર ક્લસ્ટરનો જન્મ થઈ ચૂક્યો છે. આજે અહીં ચિપ પેકેજિંગ થાય છે, કાલે નવી કંપનીઓ, જુદા જુદા ઉદ્યોગો અને નવા સ્ટાર્ટઅપ્સ અહીંથી બહાર આવશે."

ઇલેક્ટ્રિક ક્રાંતિનું નેક્સ્ટ સ્ટેપ: 'મેક ઇન ઇન્ડિયા'નો વિજય

વર્ષ 2014 પહેલાની સ્થિતિ યાદ કરાવતા પીએમએ કહ્યું કે, એક સમયે સ્માર્ટફોન વિદેશથી આયાત કરવા પડતા હતા. આજે ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટર બન્યો છે. ભારતમાં પહેલા કરતા 33% વધુ મોબાઈલનું ઉત્પાદન થઈ રહ્યું છે.

રાધનપુરમાં કરોડોની અનુસૂચિત જાતિ મંડળીની જમીન પર કબજાનો આક્ષેપ : બોગસ દસ્તાવેજોથી 80 વીઘા જમીન પચાવ્યાનો દાવો

હવે ભારતનું નેક્સ્ટ સ્ટેપ ક્રિટિકલ મિનરલ અને હાઈટેક મટીરીયલમાં આત્મનિર્ભર બનવાનું છે. પીએમ મોદીએ કવિ પ્રીતમની પંક્તિ યાદ કરતા કહ્યું, "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન."હું ક્યારેય લક્ષ્ય નાના નથી રાખતો, એટલે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દુનિયામાં સૌથી મોટું બનાવ્યું છે. હવે આપણું લક્ષ્ય ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન અને પેકેજિંગ ત્રણેય ભારતમાં જ વિકસિત કરવાનું છે.

ઝારખંડની દીકરીઓ મલેશિયા જઈને ટ્રેનિંગ લઈ આવી

પીએમ મોદીએ ટેકનોલોજી અને ચિપ નિર્માણ બાબતે બાળકોની સમજણથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન 'જય જોહાર' કહીને ઝારખંડની દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગર્વભેર જણાવ્યું કે, "જે દીકરીઓએ ક્યારેય પાસપોર્ટ નહોતો જોયો, દિલ્હી-મુંબઈ નહોતું જોયું, તે દીકરીઓ આજે મલેશિયા જઈને ટ્રેનિંગ લઈ આવી છે અને ચિપ નિર્માણનો મહત્વનો ભાગ બની છે." એક સમય હતો જ્યારે ગુજરાતમાં ITI ભણતા બાળકોના માબાપને શરમ આવતી, પણ આજે ITI અને નવી સ્કિલ્સનો જમાનો છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આગામી સમયમાં નવી તકોનો ભંડાર ખોલશે. યુવાનોને આહવાન આપતા પીએમએ કહ્યું, "આઈડિયા તમારો, સાથ મારો."

માંગરોળમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ : સ્થાનિકોનો આક્ષેપ - "સહાય માટે કોઈ પહોંચ્યું નહીં"

વિકસિત ભારત માટે અધીરાઈ

વડાપ્રધાને મીડિયા પર પણ આડકતરો કટાક્ષ કર્યો કે વડોદરામાં ભારતમાં બનેલું C-295 વિમાન બનીને હવામાં ઉડી પણ ગયું, છતાં મીડિયાનું ધ્યાન ન ગયું. એક જમાનામાં સાયકલ બને તોય મીઠાઈ વહેંચાતી, આજે દેશમાં હવાઈજહાજ અને સેમિકન્ડક્ટર ચિપ્સ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, "વર્ષ 2026માં મારા મંત્રીએ 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વચન આપ્યું હતું, જેમાંથી 3માં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. આજનું ભારત મોટા લક્ષ્યો રાખે છે અને તેને પૂરા કરે છે. મોદી એટલે જ મહેનત કરે છે જેથી આજના યુવાનો તેમના બાળકોને 'વિકસિત ભારત' બતાવી શકે. ઊંચું લક્ષ્ય રાખો, નિશાન ચૂક થશે તો જોઈ લઈશું!"

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now