Home Gujarat Kutch Illegal Encroachment Bulldozer Action Mithirohar

કચ્છમાં કુખ્યાત આરોપી સામે બુલડોઝર કાર્યવાહી : ₹1.16 કરોડનું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું

મીઠીરોહરમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી.
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 01:03 PM IST

Kutch News: કચ્છ જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક આરોપી સામે પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખી છે. મીઠીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા અંદાજે ₹1.16 કરોડના ગેરકાયદેસર દબાણ સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરીને સમગ્ર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, કુખ્યાત આરોપી મુસ્તાક મામદ સોઢા દ્વારા સરકારી જમીન પર હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ સહિતના કોમર્શિયલ બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા. તંત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરીને આ ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા.

6 હજારથી વધુ ચોરસ મીટર જમીન દબાણમુક્ત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્યવાહીમાં 6 હજારથી વધુ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

પૂર્વ કચ્છ પોલીસે જણાવ્યું કે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now