Samsung Galaxy A57 5G And A37 5G : ભારતમાં Samsung Galaxy A37 5G અને Galaxy A57 5G નું વેચાણ શરૂ થઈ ગયું છે. જો તમને આ ફોનમાં રસ હોય, તો બંને મોડલનું હવે વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીએ ગયા મહિને જ આ બંને સ્માર્ટફોનને લોન્ચ કર્યા હતા. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની મોટી HD+ Super AMOLED ડિસ્પ્લે છે અને તે નવીનતમ Exynos ચિપસેટ દ્વારા સંચાલિત છે. જાણો Samsung Galaxy A57 5G અને A37 5G ના વેચાણ ઑફર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
Samsung Galaxy A57 5G અને A37 5G સેલ
Samsung Galaxy A57 5G અને A37 5G હવે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. Samsung Galaxy A57 5G ના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹56,999 થી શરૂ થાય છે. 12GB રેમ વેરિઅન્ટ ₹62,499 માં ખરીદી શકાય છે. આ ફોન Awesome navy, ice blue and lilac કલરમાં ઉપલબ્ધ છે. જ્યારે ભારતમાં Galaxy A37 5G ની કિંમત 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹41,999 થી શરૂ થાય છે. 256GB સ્ટોરેજ સાથે 12GB RAM વેરિઅન્ટ ₹52,499 માં ઉપલબ્ધ છે. આ ફોન Awesome Lavender, Charcoal અને Greygreen કલરમાં ઉપલબ્ધ છે. બંને ફોન Samsung ની વેબસાઇટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે અને રિટેલ સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ છે.
Feature | Samsung Galaxy A57 5G | Samsung Galaxy A37 5G |
|---|---|---|
Display | 6.7-inch FHD+ Super AMOLED+ | 6.7-inch FHD+ Super AMOLED |
Refresh Rate | 120Hz | 120Hz |
Brightness | ~1900 nits | ~1900 nits |
Resolution | 1080 × 2340 | 1080 × 2340 |
Processor | Exynos 1680 (4nm) | Exynos 1480 |
CPU Speed | Up to 2.9GHz | Up to ~2.75GHz |
GPU | Xclipse 550 | Xclipse 530 (expected) |
RAM | 8GB / 12GB | 8GB / 12GB |
Storage | 128GB / 256GB / 512GB | 128GB / 256GB |
Rear Camera | 50MP (main) + 12MP (ultra-wide) + 5MP (macro) | 50MP (main) + 8MP (ultra-wide) + 5MP (macro) |
Front Camera | 12MP | 12MP |
Video Recording | 4K @30fps | 4K @30fps |
Battery | 5000mAh | 5000mAh |
Charging | 45W fast charging | 45W fast charging |
Build Protection | Gorilla Glass, IP68 | Gorilla Glass, IP68 |
Security | Samsung Knox Vault | Samsung Knox Vault |
Operating System | Android 16, One UI 8.5 | Android 16, One UI 8.5 |
Software Support | Up to 6 years updates | Up to 6 years updates |
Thickness | 6.9mm | 7.4mm |
Weight | 179g | 196g |
Colors | Navy, Ice Blue, Lilac | Lavender, Charcoal, Green |
Starting Price (India) | ₹56,999 | ₹41,999 |
Top Variant Price | ₹62,499 | ₹52,499 |
Samsung Galaxy A57 5G અને A37 5G પર ઉપલબ્ધ ઑફર્સ
Samsung એ ફોનની ખરીદી સાથે ઘણી ઓફર્સ પણ આપી રહી છે. પસંદગીની બેંકો દ્વારા ₹3,000 નું કેશબેક મેળવી શકાય છે. કંપનીએ ₹5,000 સુધીનું અપગ્રેડ બોનસ પણ ઓફર કર્યું છે. વધુમાં, જો તમે આ ફોન EMI માં ખરીદવાનું પસંદ કરો છો, તો 24 મહિના સુધી નો-કોસ્ટ EMI ઓપ્શન પણ છે, જેમાં ₹3,000 નો વધારાનો અપગ્રેડ બોનસ પણ મળે છે.
આ પણ ખાસ વાંચો : સસ્તા ફ્લિપ સ્માર્ટફોનમાં કોણ આગળ? : AI+, Infinix અને Tecno ના લેટેસ્ટ સ્માર્ટફોન વચ્ચે જબરદસ્ત કોમ્પિટિશન!
Samsung Galaxy A57 5G અને A37 5G ના ફીચર્સ
Samsung Galaxy A57 5G માં 120Hz રિફ્રેશ રેટ અને વિઝન બૂસ્ટર સપોર્ટ સાથે 6.7-ઇંચની FHD+ Super AMOLED ડિસ્પ્લે છે. Galaxy A37 5G માં 6.7-ઇંચ FHD+ Super AMOLED ડિસ્પ્લે પણ છે, જે સમાન રિફ્રેશ રેટ અને બ્રાઇટનેસ એન્હાન્સમેન્ટ ફીચર્સ સાથે છે. બંને ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને 5mp નો મેક્રો કેમેરો છે. Galaxy A57 5G માં 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે, જ્યારે Galaxy A37 5G માં 8mp નો અલ્ટ્રા-વાઇડ સેન્સર પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, બંનેમાં 12mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Galaxy A57 5G માં Exynos 1680 પ્રોસેસર સામેલ છે, જ્યારે Galaxy A37 5G માં Exynos 1480 ચિપસેટ આપવામાં આવ્યું છે. બંને ફોનમાં 5,000mAh ની વિશાળ બેટરી છે. બંને ડિવાઇસ એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ One UI 8.5 પર ચાલે છે અને Samsung Knox સુરક્ષા સાથે આવે છે. Samsung Galaxy A57 5G અને A37 5G ને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવામાં માટે IP68 રેટિંગ પણ છે.





