Latest Smartphone Comparison : Samsung એ ભારતીય બજારમાં OnePlus 15R અને Vivo X200 FE ને કોમ્પિટિશન આપવા માટે Samsung Galaxy A57 5G લોન્ચ કર્યો છે. Samsung Galaxy A57 5G માં Exynos 1680 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે. Vivo X200 FE માં Octa-core MediaTek Dimensity 9300+ પ્રોસેસર છે. જાણો Samsung Galaxy A57 5G, OnePlus 15R અને Vivo X200 FE ની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશેની સંપૂર્ણ માહિતી.
Samsung Galaxy A57 5G or OnePlus 15R or Vivo X200 FE
કિંમત
Samsung Galaxy A57 5G ની કિંમત 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹56,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹62,499 છે.
OnePlus 15R ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹47,999 અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹52,999 છે.
Vivo X200 FE ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹54,999 અને 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹59,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Samsung Galaxy A57 5G માં 6.7-ઇંચની FHD+ Super AMOLED+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે.
OnePlus 15R માં 6.83-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2800x1272 પિક્સેલ અને 165Hz વેરિયેબલ રિફ્રેશ રેટ છે.
Vivo X200 FE માં 6.31-ઇંચni AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2640x1216 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 5000 nits લોકલ પીક બ્રાઇટનેસ છે.
પ્રોસેસર
Samsung Galaxy A57 5G માં Exynos 1680 પ્રોસેસર છે.
OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Vivo X200 FE માં MediaTek Dimensity 9300+ પ્રોસેસર સામેલ છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Samsung Galaxy A57 5G, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ One UI 8.5 પર ચાલે છે.
OnePlus 15R, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ OxygenOS 16 પર ચાલે છે.
Vivo X200 FE, એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ Vivo FunTouch OS 15 પર ચાલે છે.
બેટરી બેકઅપ
Samsung Galaxy A57 5G 5G માં 5,000mAh બેટરી છે.
OnePlus 15R માં 80W ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7400mAh બેટરી છે.
Vivo X200 FE માં 90W ફ્લેશ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6500mAh બેટરી છે.
આ પણ ખાસ વાંચો : 15,000 ના બજેટમાં Redmi, Realme અને Poco ના 5G ફોનમાંથી કયો બેસ્ટ? : જાણો કયા સ્માર્ટફોનમાં મળશે પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર કેમેરો
કેમેરા સેટઅપ
Samsung Galaxy A57 5G માં 50mpનો મુખ્ય કેમેરો, 5mp નો મેક્રો કેમેરો અને પાછળના ભાગમાં 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલ માટે 12mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus 15R માં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. અને સેલ્ફી માટે 32mp નો કેમેરો સામેલ છે.
Vivo X200 FE માં f/1.88 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો વાઇડ-એંગલ કેમેરો અને f/2.65 અપર્ચર સાથે 50mp નો પેરિસ્કોપ કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Samsung Galaxy A57 5G માં GPS, 5G, Wi-Fi, બ્લૂટૂથ 6.0, એક USB ટાઇપ-C પોર્ટ અને NFC સામેલ છે.
OnePlus 15R માં Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, NFC, 5G, ડ્યુઅલ 4G VoLTE અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યા છે.
Vivo X200 FE માં ડ્યુઅલ સિમ 5G, LTE, Wi-Fi 2.5, બ્લૂટૂથ 5.4, GPS, OTG અને USB ટાઇપ-C પોર્ટ 2.0 સામેલ છે.





