Home Tech/Gadgets Ai Nova Flip Vs Infinix Zero Flip 5g Vs Tecno Phantom V Flip 5g Gujarati

સસ્તા ફ્લિપ સ્માર્ટફોનમાં કોણ આગળ? : AI+, Infinix અને Tecno ના લેટેસ્ટ સ્માર્ટફોન વચ્ચે જબરદસ્ત કોમ્પિટિશન!

Latest Flip Smartphone Image
Published by: Aryan Shah
Last Updated: Apr 10, 2026, 08:40 AM IST

Latest Flip Phone Comparison : Ai+ કંપનીએ ભારતીય બજારમાં પોતાનો સસ્તો ફ્લિપ સ્માર્ટફોન Ai+ Nova Flip લોન્ચ કર્યો છે. જે હાલમાં બજારમાં ઉપલબ્ધ સસ્તા Tecno Phantom V Flip 5G અને Infinix ZERO Flip 5G સાથે કોમ્પિટિશન કરી રહ્યો છે. Ai+ Nova Flip માં MediaTek Dimensity 7300 પ્રોસેસર છે. જ્યારે Infinix ZERO Flip 5G માં MediaTek Dimensity 8020 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Phantom V Flip 5G માં MediaTek Dimensity 8050 ચિપસેટ છે. જાણો Ai+ Nova Flip, Infinix ZERO Flip 5G અને Tecno Phantom V Flip 5G ની કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને કેમેરા સેટઅપની સરખામણી વિશેની સંપૂર્ણ માહિતી.

Ai+ Nova Flip vs Infinix ZERO Flip 5G vs Tecno Phantom V Flip 5G

કિંમત

Ai+ Nova Flip ના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹29,999 છે.

Infinix Zero Flip 5G ના 8GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹54,999 છે.

Tecno Phantom V Flip 5G ના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹39,064 છે.

ડિસ્પ્લે

Ai+ Nova Flip માં 2790x1188 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.9-ઇંચની આંતરિક AMOLED ડિસ્પ્લે અને 3.1-ઇંચની AMOLED કવર ડિસ્પ્લે છે.

Infinix Zero Flip 5G માં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.9-ઇંચની ફુલ HD+ LTPO AMOLED ડિસ્પ્લે છે. તેમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 3.64-ઇંચની AMOLED ડિસ્પ્લે પણ છે.

Tecno Phantom V Flip 5G માં 1080x2640 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.9-ઇંચની ફોલ્ડેબલ AMOLED FHD+ ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટ છે. તેમાં 1.32-ઇંચની કવર AMOLED ડિસ્પ્લે પણ છે.

પ્રોસેસર

Ai+ Nova Flip, મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Infinix Zero Flip 5G માં મીડિયાટેક ડાયમેન્સિટી 8020 પ્રોસેસર છે.

Tecno Phantom V Flip 5G, મીડિયાટેક ડાયમેન્સિટી 8050 ચિપસેટ દ્વારા સંચાલિત છે.

બેટરી બેકઅપ

Ai+ Nova Flip માં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,325mAh બેટરી છે.

Infinix Zero Flip 5G માં 70W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સાથે 4,720mAh બેટરી છે.

Tecno Phantom V Flip 5G માં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,000mAh બેટરી છે.

કેમેરા સેટઅપ

Ai+ Nova Flip માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો ડેપ્થ કેમરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Infinix Zero Flip 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 50mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Tecno Phantom V Flip 5G માં પાછળના ભાગમાં 64mp નો મુખ્ય કેમેરો અને 13mp નો વાઇડ-એંગલ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

આ પણ ખાસ વાંચો : Realme 16 5G vs Vivo V60e vs OnePlus Nord 5 : ત્રણ ટોપ મિડ-રેન્જ ફોનની ટક્કર, કેમેરા, બેટરી અને પરફોર્મન્સમાં કોણ આગળ?

ઓપરેટિંગ સિસ્ટમ

Ai+ Nova Flip, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ NxtQ OS પર ચાલે છે.

Infinix Zero Flip 5G, એન્ડ્રોઇડ 14 પર બેસ્ડ કસ્ટમ XOS 14.5 UI પર ચાલે છે.

Tecno Phantom V Flip 5G, એન્ડ્રોઇડ 13 પર બેસ્ડ HiOS 13.5 Flip પર ચાલે છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Ai+ Nova Flip, ડ્યુઅલ 5G સિમ, બ્લૂટૂથ, NFC, OTG, GPS L1+L5 અને USB ટાઇપ-C પોર્ટ સાથે આવે છે.

Infinix Zero Flip 5G, 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, NFC અને USB ટાઇપ-C પોર્ટ સાથે આવે છે.

Tecno Phantom V Flip 5G, 5G, Wi-Fi 6, Bluetooth v5.1, USB ટાઇપ-C પોર્ટ, NFC અને GPS સાથે આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now