ભારતીય ટેક માર્કેટમાં એક મોટો ધડાકો થયો છે. સ્વદેશી કંપની AI+ એ તેની નવી Nova Series હેઠળ ભારતનો સૌથી સસ્તો ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ કરીને સૌને ચોંકાવી દીધા છે. માત્ર સ્માર્ટફોન જ નહીં, કંપનીએ ટેબ્લેટ, સ્માર્ટવોચ અને ઈયરબડ્સ લોન્ચ કરીને પોતાનું આખું ઈકોસિસ્ટમ રજૂ કર્યું છે. અહીં આ લેટેસ્ટ ગેજેટ્સની કિંમત અને ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવી છે.
ભારતનો પહેલો સ્વદેશી ફ્લિપ ફોન : Nova Flip
AI+ Nova Flip આ લોન્ચિંગનું મુખ્ય આકર્ષણ છે. આ ફોનમાં 6.9-ઇંચની મુખ્ય AMOLED ડિસ્પ્લે અને 3.1-ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 50mp નો મુખ્ય કેમેરો અને સેલ્ફી માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. આ ફોન MediaTek Dimensity 7300 પ્રોસેસર પર ચાલે છે અને આ સ્માર્ટફોનમાં 4325mAh ની બેટરી સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. તેની કિંમત 8GB/256GB વેરિઅન્ટ માટે ₹29,999 રાખવામાં આવી છે.
બજેટ યુઝર્સ માટે Nova 2 અને Nova 2 Ultra
કંપનીએ સામાન્ય યુઝર્સ માટે બે શાનદાર 5G ફોન પણ રજૂ કર્યા છે. Nova 2 ની કિંમત માત્ર ₹8,999 થી શરૂ થાય છે, જેમાં 6000mAh ની મોટી બેટરી મળે છે. જ્યારે Nova 2 Ultra ની કિંમત ₹14,999 છે. અલ્ટ્રા મોડલમાં Sony IMX752 સેન્સર અને OIS સપોર્ટ સાથે 50mp નો કેમેરો આપવામાં આવ્યો છે, જે આ પ્રાઇસ રેન્જમાં એક સારો ફોન માનવામાં આવે છે.
ભારતનું પોતાનું NxtQuantum OS
આ તમામ સ્માર્ટફોન Android 16 પર બેસ્ડ NxtQuantum OS પર કામ કરે છે. કંપની તેને ભારતની પ્રથમ સાર્વભૌમ (Sovereign) મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ગણાવી રહી છે. તેમાં પ્રાઇવસી અને ડેટા લોકલાઈઝેશન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભારતીય યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે.
Pulse Tab અને હાઇ-ટેક ફીચર્સ સાથેની સ્માર્ટવોચ
ટેબ્લેટ માર્કેટમાં એન્ટ્રી કરતાં કંપનીએ Pulse Tab લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹9,999 છે. તેમાં 10.95-ઇંચની મોટી ડિસ્પ્લે અને 8000mAh ની બેટરી મળે છે. આ ઉપરાંત, એક અનોખી સ્માર્ટવોચ RotateCam 4G પણ રજૂ કરવામાં આવી છે, જેમાં ફોટા પાડવા માટે ફરતો (Rotating) કેમેરા આપવામાં આવ્યો છે.
સસ્તા ઈયરબડ્સનો ધમાકો
ઓડિયો સેગમેન્ટમાં કંપનીએ NovaPod Beats અને NovaPods Air લોન્ચ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, AI+ ના TWS ઈયરબડ્સની કિંમત માત્ર ₹699 થી શરૂ થાય છે. હાઇ-એન્ડ મોડલમાં હાર્ટ રેટ અને SpO2 મોનિટરિંગ જેવા હેલ્થ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.





