Home Tech/Gadgets Flipkart New Year Sale Iphone 16 15 Discount Samsung Galaxy S24 Plus 5g Offer Infinix Zero Flip 5g Deal

2025ની ધમાકા ઓફર! : iphone 16 અને ફ્લિપ ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ

2025ની ધમાકા ઓફર!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2025, 07:38 AM IST

નવા વર્ષની શરૂઆતની સાથે જ ફ્લિપકાર્ટે આજથી એક મોટા સેલની જાહેરાત કરી છે. એવામાં જો તમે ઘણા સમયથી નવો મોબાઈલ ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ તમારા માટે એક સારી તક છે. ફ્લિપકાર્ટ કંપનીએ નવા વર્ષ માટે આકર્ષક ડીલ્સ જાહેર કરી છે જેમાં સ્માર્ટફોન પર સૌથી મોટી ડીલ્સ ઉપલબ્ધ છે. આ સેલમાં લેટેસ્ટ iPhone 16 અને iPhone 15ની પ્રાઈઝમાં ઘટાડો થયો છે, તો સાથે કેટલાક Android ફોન પણ ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તો ચાલો આ ડીલ્સ વિશે વિગતવાર જાણીએ...

Apple iphone 16

Appleએ ગયા વર્ષે iPhone 16 લોન્ચ કર્યો હતો જે નવા વર્ષની ડીલમાં માત્ર રૂ. 74,900માં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ ઑફર્સ સાથે તમે ફોનને 67,900 રૂપિયામાં ખરીદી શકો છો. જેમાં તમે ICICI બેંક ક્રેડિટ નોન EMI સાથે 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સાથે ફોન પર એક જબરદસ્ત એક્સચેન્જ ઑફર પણ ઉપલબ્ધ છે જેનાથી તમે 25 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો.

Apple iPhone 15
ફ્લિપકાર્ટના ન્યુયર સેલમાં iPhone 15 પણ તગડા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જેમાં તમે ફોનને કોઈપણ ઓફર વિના માત્ર રૂ. 60,999માં ખરીદી શકો છો. તમે ફોન પર કોઈપણ બેંકમાં 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ફોન પર એક જબરદસ્ત એક્સચેન્જ ઑફર પણ ઉપલબ્ધ છે, જેનાથી તમે 25 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો.

SAMSUNG Galaxy S24+ 5G
ફ્લિપકાર્ટ સેલમાં સેમસંગ ફોન પણ 32 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે મુકવામાં આવ્યો છે. 1 લાખ રૂપિયાની કિંમતનો ફોન પણ માત્ર 67,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમે આ ફોન પર એક્સચેન્જ ઑફર સાથે 15,000 થી 20,000 રૂપિયાની બચત પણ કરી શકો છો. જો તમારી પાસે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ છે તો તમે આ ફોન પર 5% સુધીનું અમર્યાદિત કેશબેક મેળવી શકો છો.

Infinix Zero Flip 5G
ફ્લિપકાર્ટના આ સેલમાં ફ્લિપ ફોન પણ ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આ સેલમાં 80 હજાર રૂપિયાનો Infinix Zero Flip 5G ફ્લિપ ફોન માત્ર 49,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સાથે ફોન પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now