રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફિનટેક કંપની PhonePe પર ₹21 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી પ્રિપેઇડ ચુકવણી સાધનો (PPI) સંબંધિત ધોરણોનું પાલન ન કરવા બદલ કરવામાં આવી છે.
ક્યાંથી શરૂ થયો મામલો?
ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2024 દરમિયાન PhonePeના સંચાલનનું આરબીઆઈએ વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે, કંપનીના એસ્ક્રો એકાઉન્ટમાં બેલેન્સ ઘણી વખત PPI અને વેપારીઓને ચૂકવવાપાત્ર રકમ કરતા ઓછું હતું. આ ખામી અંગે RBIને સમયસર જાણ પણ કરવામાં આવી ન હતી.
કંપની સામે કાર્યવાહી કેવી રીતે થઈ?
નિરીક્ષણ અને પત્રવ્યવહારના આધારે, RBIએ કંપનીને નોટિસ મોકલી હતી.
કંપની દ્વારા આપવામાં આવેલા જવાબ અને વધારાના દસ્તાવેજોનું મૂલ્યાંકન કર્યા બાદ RBIએ આરોપો સાચા સાબિત કર્યા.
પરિણામે, ₹21 લાખનો દંડ લાદવામાં આવ્યો.
RBIની સ્પષ્ટતા
કेंद્રીય બેંકે જણાવ્યું છે કે આ દંડ ફક્ત નિયમનકારી પાલનના ભંગ પર આધારિત છે. તેનો PhonePeના વ્યવહારો અથવા ગ્રાહકો સાથેના કરારોની માન્યતા પર કોઈ અસર નહીં થાય.
નિયમો શું કહે છે?
નોન-બેંક PPI ઇશ્યુઅર્સને એસ્ક્રો એકાઉન્ટમાં બેલેન્સ હંમેશાં બાકી ચુકવણી કરતા વધારે કે સમાન રાખવું જરૂરી છે.
જો ખામી થાય તો તરત જ RBIના ચુકવણી અને સમાધાન પ્રણાલી વિભાગ (DPSS) ને જાણ કરવી પડે છે.
અગાઉના દંડનો ઈતિહાસ
2019: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) સંબંધિત નિયમોનું ઉલ્લંઘન – ₹1 કરોડ દંડ.
2020: નિયમનકારી નિયમોના ભંગ બદલ – ₹1.39 કરોડ દંડ.