અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતાની સાથે જ ખરીદીના મિજાજથી BSE સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને 81,000ના સ્તરથી ઉપર પહોંચી ગયું, જ્યારે NSE નિફ્ટી 50 24,850ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.
મુખ્યા શેરોમાં હલચલ
ઇન્ફોસિસના શેરમાં આજે 3 ટકાનો વધારો નોંધાયો છે.
GST દરમાં ઘટાડા પછી ઓટોમોબાઈલ અને અનુસંગિક કંપનીઓના શેરોમાં ખરીદીનો વલણ જળવાયું.
બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે IT સેક્ટરમાં નબળાઈ જોવા મળી.
બજારમાં તેજીના કારણો
ગત દિવસ સોમવારે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. યુએસ ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડાની અપેક્ષા વૈશ્વિક બજારોને મજબૂત કરી રહી છે, જેના સકારાત્મક પ્રભાવ સ્થાનિક બજારમાં પણ જોવા મળ્યા છે.
શેરબજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર "સ્થાનિક બજાર પ્રારંભિક લાભ જાળવી શક્યું નથી કારણ કે સત્રના અંતે વેચવાલી 'ડિપ્સ પર ખરીદી અને ઉછાળા પર વેચાણ'ની વ્યૂહરચના દર્શાવે છે."
યુએસમાં નબળા રોજગાર ડેટા પછી સપ્ટેમ્બર માસમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે એવી અપેક્ષાઓ રોકાણકારોમાં ઊભી થઈ છે. આવનારા દિવસોમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને કાચા તેલના ભાવ બજારની દિશા નક્કી કરી શકે છે.