Home International Oracle Co Founder Larry Ellison Become World Top Richest Person Surpass Elon Musk

કોણ છે larry Ellison? : જે બન્યા વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, Elon Musk બીજા સ્થાને

કોણ છે larry Ellison?
Published by: OBS Bureau
Last Updated: Sep 11, 2025, 06:16 AM IST

ઓરેકલ કોર્પના ત્રિમાસિક પરિણામો પછી કંપનીના શેરમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે સહ-સ્થાપક લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની લિસ્ટમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. પહેલી વાર તેમણે એલન મસ્કને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, બુધવારે સવારે યુએસ સમય મુજબ લેરી એલિસનની સંપત્તિ વધીને $393 બિલિયન થઈ ગઈ છે, જ્યારે એલોન મસ્કની સંપત્તિ $385 બિલિયન રહી છે.

એક દિવસમાં 101 અબજ ડોલરનો વધારો

ઓરેકલના શેરમાં થયેલા રેકોર્ડ ઉછાળાને કારણે, લેરી એલિસનની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં લગભગ $101 બિલિયનનો અણધાર્યો વધારો થયો છે. 81 વર્ષીય લેરી એલિસન હજુ પણ ઓરેકલના ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર છે. તેમની મોટાભાગની સંપત્તિ સોફ્ટવેર ઉદ્યોગમાં ઇન્વેસ્ટ કરવામાં આવી છે.

આ વર્ષે અત્યાર સુધીમાં ઓરેકલના શેરમાં 45% નો વધારો થયો છે. ફક્ત બુધવારે જ કંપનીના શેરમાં 41% નો જંગી ઉછાળો જોવા મળ્યો, જે 1992 પછીનો સૌથી મોટો વધારો છે. આ પછી, ઓરેકલનું માર્કેટ વેલ્યુએશન વધીને $947 બિલિયન થયું.

ક્લાઉડ બિઝનેસ પર ફોકસ

નિષ્ણાતોના મતે, ઓરેકલના શેરમાં આ વધારો કંપનીના ક્લાઉડ બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિણામ છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. નોંધનીય છે કે એલોન મસ્ક વર્ષ 2021 માં પ્રથમ વખત વિશ્વના સૌથી ધનિકોના લિસ્ટમાં નંબર 1 બન્યા અને લાંબા સમય સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.

ઘણા એવું થયું કે જ્યારે એમેઝોનના જેફ બેઝોસ અને LVMHના બર્નાર્ડ આર્નોલ્ટે તેમને પાછળ ધકેલી દીધા, પરંતુ ઉતાર-ચઢાવ છતાં, મસ્ક ટોચના સ્થાને પાછા ફરતા રહ્યા. છેલ્લા એક વર્ષથી, તેઓ સતત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ હવે લેરી એલિસને તેમને પાછળ છોડી દીધા છે.

લેરી એલિસન કોણ છે?

અમેરિકન ઉદ્યોગસાહસિક લેરી એલિસનનું પૂરું નામ લોરેન્સ જોસેફ એલિસન છે . તેમણે ઓરેકલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા એલિસને પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 1977માં, તેમણે બોબ માઇનર અને એડ ઓટ્સ સાથે મળીને સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબોરેટરીઝની સ્થાપના કરી, જે પાછળથી વિશ્વની અગ્રણી ટેક કંપની ઓરેકલ કોર્પોરેશન બની.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now