સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, રોકાણકારો પીળી ધાતુમાં રોકાણને સૌથી સલામત માની રહ્યા છે. જ્યારે તહેવારોની સિઝન પહેલા સોનાની મોટા પાયે ખરીદીએ પણ તેની ચમક વધારી છે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ, 24 કેરેટ સોનું ઈન્ડિયન બુલિયન એસોસિએશન પર 1,09,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે એક દિવસ પહેલા મંગળવારે તે 1,08,900 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. તાજેતરમાં સોનું 1,080,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. ત્યારથી, તેની કિંમતમાં 1400 રૂપિયાનો જબરદસ્ત વધારો થયો છે.
તમારા શહેરના લેટેસ્ટ રેટ
આજે, રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,09,060 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં તેની કિંમત 1,09,240 રૂપિયા છે. એ જ રીતે, બેંગલુરુમાં સોનું 1,09,330 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે કોલકાતામાં તે 1,09,100 રૂપિયા અને ચેન્નાઈમાં 1,09,560 રૂપિયાના સૌથી વધુ ભાવે વેચાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,10,381 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3,633 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ઇન્ડિયન બુલિયન એસોસિએશન પર ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,24,250 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એક દિવસ પહેલા મંગળવારે તે 1,25,250 રૂપિયા પર વેચાઈ રહ્યો હતો.