Ratsasan: વિજય સેતુપતિની 'મહારાજા' અને મોહનલાલની 'દ્રશ્યમ' જેવી ફિલ્મોના ચાહકો માટે એક અદ્ભુત દક્ષિણ ભારતીય ક્રાઇમ થ્રિલર છે – 'Ratsasan'! 2018માં રિલીઝ થયેલી આ તમિલ ફિલ્મનો ક્લાઇમેક્સ એટલો ભયાનક અને અણધાર્યો છે કે તમે અંત સુધી ખૂનીની ઓળખ શોધી શકશો નહીં. IMDb પર તેનું રેટિંગ 8.3/10 છે, જે તેની ગુણવત્તાનું પ્રમાણ છે.
ફિલ્મની વાર્તા અને આકર્ષણ
ફિલ્મની વાર્તા એક સાયકો સીરીયલ કિલરની આસપાસ ફરે છે, જે સ્કૂલની છોકરીઓને નિશાન બનાવીને નિર્દય હત્યાઓ કરે છે. મુખ્ય પાત્ર અરુણ (વિષ્ણુ વિશાલ) ફિલ્મ ડિરેક્ટર બનવાનું સ્વપ્ન છોડીને પિતાના મૃત્યુ પછી પોલીસ ઓફિસર બને છે અને આ ભયાનક કિલરને પકડવાનો પ્રયાસ કરે છે.એકવાર ફિલ્મ શરૂ થાય પછી તમે સ્ક્રીનથી આંખો હટાવી શકશો નહીં! સસ્પેન્સ, શક્તિશાળી અભિનય અને અણધાર્યા ટ્વિસ્ટ્સથી ભરપૂર આ ફિલ્મ ક્રાઇમ થ્રિલરના ચાહકો માટે પર્ફેક્ટ છે. ડિરેક્ટર રામ કુમારનું દિગ્દર્શન અને ઘિબરાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને ડરાવી દેશે.
કાસ્ટ અને સફળતા
મુખ્ય અભિનેતા: વિષ્ણુ વિશાલ (અરુણની ભૂમિકામાં શાનદાર પર્ફોર્મન્સ)
અન્ય: અમલા પોલ, કાલી વેંકટ, વિનોધિની વૈદ્યનાથન, મુનીશકંથ વગેરે.
ફિલ્મે બોક્સ ઓફિસ પર સુપરહિટ બિઝનેસ કર્યો હતો અને OTT પ્લેટફોર્મ્સ પર પણ ધૂમ મચાવી. તમે આ ફિલ્મ Amazon Prime Video, Disney+ Hotstar અથવા Sun NXT પર જોઈ શકો છો.જો તમે 'મહારાજા' કે 'દ્રશ્યમ' જેવી ટ્વિસ્ટથી ભરપૂર ફિલ્મો પસંદ કરો છો, તો 'રત્સાસન' ચૂકશો નહીં – આ ક્લાઇમેક્સ તમારા મગજને ચકરાવે ચઢાવી દેશે!




















