Home International Oscars 2026 What Will Be Special This Time Find Out About The Host And The New Category

Oscars 2026 : આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 09:03 AM IST

શું તમે જાણો છો કે Oscars જીત્યા પછી પણ વિજેતાઓ પોતાની ટ્રોફી વેચી શકતા નથી? ચાલો આજે Oscars 2026 ના આવા જ કેટલાક અજાણ્યા નિયમો અને ખાસ વિગતો વિશે જાણીએ.

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ગણાતા 'Oscars' અથવા '98th Academy Awards' નું આયોજન 16 March 2026 ના રોજ લોસ એન્જલસના Dolby Theatre માં થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ શો વર્ષ 2025 માં રિલીઝ થયેલી ફિલ્મો અને કલાકારોના શ્રેષ્ઠ યોગદાનને સન્માનિત કરશે. ભારતીય દર્શકો આ સમારોહને સોમવાર એટલે કે 16 March ની સવારે લાઈવ જોઈ શકશે.

આપણે જેને 'ઓસ્કર' તરીકે ઓળખીએ છીએ, તેનું સત્તાવાર નામ Academy Award of Merit છે. 'ઓસ્કર' તો તેનું એક લોકપ્રિય નામ છે. જે વર્ષ 1939 માં એકેડમી દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું હતું. આ ટ્રોફીની ઊંચાઈ 13.5 ઇંચ છે અને તેનું વજન લગભગ 8.5 પાઉન્ડ છે. પ્રથમ એકેડમી એવોર્ડ્સનું આયોજન વર્ષ 1929 માં કરવામાં આવ્યું હતું.

$1 નો નિયમ ઓસ્કર જીત્યા પછી પણ વિજેતાઓ આ ટ્રોફીને બજારમાં વેચી શકતા નથી. વર્ષ 1951 માં એકેડમીએ એક કડક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ વિજેતા પોતાની ટ્રોફી વેચવા માંગતા હોય, તો તેમણે સૌ પ્રથમ તેને એકેડમીને માત્ર $1 (લગભગ ₹83) માં પાછી આપવી પડશે. આ નિયમ વિજેતાના વારસદારોને પણ લાગુ પડે છે. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો એકેડમી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે.

Oscars 2026 ના આયોજનમાં આ વખતે અનેક રોમાંચક પાસાઓ જોવા મળશે. આ પ્રતિષ્ઠિત શોનું સંચાલન લોકપ્રિય હોસ્ટ Conan O'Brien કરશે, જેઓ સતત બીજી વખત આ જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે. આ વર્ષે એકેડમીએ એક ઐતિહાસિક નિર્ણય લેતા 'Casting' ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે એક નવી એવોર્ડ કેટેગરી પણ ઉમેરી છે. નોમિનેશનની વાત કરીએ તો, ફિલ્મ Sinners આ વર્ષે સૌથી વધુ 16 કેટેગરીમાં નોમિનેશન મેળવીને રેસમાં સૌથી આગળ રહી છે.

એવોર્ડ્સની મુખ્ય હરીફાઈમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં Timothée Chalamet (Marty Supreme) અને Leonardo DiCaprio (One Battle After Another) વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. બીજી તરફ, બેસ્ટ એક્ટ્રેસ માટે Emma Stone (Bugonia) અને Kate Hudson (Song Sung Blue) પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ વખતે સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી રહેવાની શક્યતા છે, જેના કારણે વિશ્વભરના સિનેમા પ્રેમીઓની નજર આ સમારોહ પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now