Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ ઘણી વખત પોતાના નિવેદનોથી વર્લ્ડ લીડર્સ (વૈશ્વિક નેતાઓ)નું અપમાન કરી ચૂક્યા છે. આ વખતે તેમના નિશાના પર પીએમ જ્યોર્જિયા મેલોની હતાં, પરંતુ હવે ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સાથે પંગો લેવો ટ્રમ્પને ભારે પડી ગયો છે. ટ્રમ્પે કંઈક એવું કહી દીધું જેનાથી મેલોની નારાજ થઈ ગયાં છે.
ફ્રાન્સમાં આયોજિત જી-7 (G-7) સમિટનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત બેઠકમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રપ્રમુખો પોતપોતાના દેશ પરત ફરી ચૂક્યા છે. G-7 સમિટ પર આખી દુનિયાની નજર ટકેલી હતી, આ દરમિયાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ થયો હતો.
ઇઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે ભારે બોમ્બમારો : US-ઇરાન સમજૂતી પર ઘેરાયા અનિશ્ચિતતાના વાદળ
G-7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ ફ્રાન્સ પહોંચ્યા હતાં, જ્યાં તેમણે પીએમ મોદી અને ટ્રમ્પ સહિત અન્ય રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું. હવે ટ્રમ્પના આ નિવેદન પર પીએમ મેલોનીનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એવું તો શું કહી દીધું?
અત્રે નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ ઘણી વખત પોતાના નિવેદનોથી વર્લ્ડ લીડર્સનું અપમાન કરી ચૂક્યા છે. આ વખતે તેમના નિશાના પર પીએમ જ્યોર્જિયા મેલોની હતાં, પરંતુ હવે ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સાથે પંગો લેવો ટ્રમ્પને મોંઘો પડી ગયો છે.
ટ્રમ્પે કંઈક એવું કહી દીધું જેનાથી મેલોની નારાજ થઈ ગયાં અને ત્યાં સુધી કહી દીધું કે 'તમને શરમ આવવી જોઈએ'.
નાઇજરની રાજધાની નિયામીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકવાદી હુમલો : 11 સૈનિકો અને 22 હુમલાખોરો ઠાર
મીડિયા અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે G-7 સમિટમાં જ્યોર્જિયા મેલોનીએ તેમની સાથે ફોટો પડાવવા માટે આજીજી (વિનંતી) કરી હતી. ટ્રમ્પના આ દાવા પર હવે મેલોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વળતો જવાબ પોસ્ટ કર્યો છે.





