Rajnath Singh On Trump Tariff: અમેરિકાના ભારત વચ્ચે એક બાજુ ટેરિફ વોર ચાલુ છે તો બીજી બાજુ ચીન સાથે સંબંધોમાં નરમી દેખાઈ રહી છે. આ વચ્ચે રક્ષામંત્રી રજનાથ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર લાદવામાં આવેલા 50 ટકા ડ્યુટીનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું કે કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી. "કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા, ફક્ત હિતો કાયમી હોય છે. હાલમાં વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિ છે," તેમણે કહ્યું. તેમણે કહ્યું કે વિકસિત દેશો વધુને વધુ સંરક્ષણવાદી બની રહ્યા છે પરંતુ ભારત તેના રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરશે નહીં.
શનિવારે તેમણે Defence Summit 2025 કહ્યું, ભારત હવે સંપૂર્ણ પણે આત્મનિર્ભર બનતો જઈ રહ્યો છે. નેવીએ નક્કી કરી લીધું છે કે હવે કોઈ પણ દેશ પાસેથી જહાજ નહિ ખરીદીએ. આગામી તમામ જહાજ ભારતમાં જ બનાવવામાં આવશે. આ જ દિશામાં બે 'નિલગિરી ક્લાસ' ના સ્વદેશી સ્ટીલ્થ ફ્રીગેટ્સ, INS હિમગિરિ અને INS ઉદયગીરી, નેવીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતનું પોતાનું ડિફેન્સ સિસ્ટમ લગભગ તૈયાર
એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારતની પોતાની ડેઇફેન્સ સિસ્ટમ 'સુદર્શન ચક્ર' પણ ટૂંક સમયમાં હકીકત બનવા જઈ રહી છે. આવનારા સમયમાં આ પ્રણાલી દેશની સુરક્ષા માટે એક મોટી તાકાત બનશે.
સિંહે કહ્યું કે દુનિયા હાલમાં વેપાર વોરમાંથી પસાર થઈ રહી છે. અમેરિકાએ ભારતીય આયાત પર 50% ટેક્સ લગાવ્યો છે. આવી સ્થિતિમાં, જો વિકસિત દેશો સુરક્ષાના નામે સંરક્ષણવાદી નીતિઓ અપનાવી રહ્યા હોય, તો પણ ભારત તેના હિત સાથે સમાધાન કરશે નહીં. ' અમે કોઈને દુશ્મન નથી માનતા, પરંતુ અમે અમારા લોકોના હિતોથી પાછળ હટીશું નહીં, ' તેમણે કહ્યું.
ઓપરેશન સિંદુરનો પણ ઉલ્લેખ
રાજનાથ સિંહે સમિટ દરમિયાન ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની પ્રિસિઝન સ્ટ્રાઈકને સ્વદેશી શસ્ત્રોની શક્તિનો પુરાવો ગણાવ્યો હતો.
તેમણે એ પણ યાદ અપાવ્યું કે 2014 માં ભારતની સંરક્ષણ નિકાસ 700 કરોડ રૂપિયાથી ઓછી હતી. આજે તે વધીને લગભગ 24 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ભારત હવે ફક્ત શસ્ત્રો ખરીદનાર દેશ નથી, પણ વેચનાર પણ બની રહ્યો છે.