પાકિસ્તાનમાં લાખો લોકો ધીમા ઇન્ટરનેટનો સામનો કરી શકે છે. કારણ કે સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક સબમરીન ઇન્ટરનેટ કેબલ કપાઈ ગયો છે. આ કારણે SMW4 (દક્ષિણ એશિયા–મધ્ય પૂર્વ–પશ્ચિમ એશિયા) અને IMEWE (ભારત–મધ્ય પૂર્વ–પશ્ચિમ યુરોપ) નેટવર્કની બેન્ડવિડ્થ ક્ષમતા ઘટી ગઈ છે.
પીક અવર્સ દરમિયાન સ્પીડ વધુ અસરગ્રસ્ત
પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન્સ લિમિટેડ (PTCL) મુજબ, જ્યારે વધુ લોકો એકસાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે ત્યારે સ્પીડ ધીમી પડી જશે. પીક અવર્સમાં વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી અને વીડિયો સ્ટ્રીમિંગ દરમિયાન બફરિંગ થવાની શક્યતા છે.
વૈકલ્પિક ઉકેલની શોધ
PTCL એ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે સમસ્યા દૂર કરવા માટે વિદેશી ભાગીદારો સાથે મળીને કામગીરી ચાલી રહી છે. સાથે જ વૈકલ્પિક બેન્ડવિડ્થની વ્યવસ્થા કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે, જેથી અસર ઓછું થાય.
પહેલાં પણ આવી સમસ્યા થઈ ચૂકી છે
આ વર્ષે જાન્યુઆરીમાં પણ સબમરીન કેબલમાં ખામીના કારણે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સ્પીડ પ્રભાવિત થઈ હતી. તાજેતરમાં 5 સપ્ટેમ્બરના રોજ બલુચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.