OnePlus Ace 6 Ultra : સ્માર્ટફોન માર્કેટમાં OnePlus હંમેશા કંઈક નવું અને પાવરફુલ લાવવા માટે જાણીતું છે. OnePlus પોતાની લોકપ્રિય 'Ace' સિરીઝમાં કંપની હવે એક નવું શિખર સર કરવા જઈ રહી છે. હાલમાં મળેલી માહિતી મુજબ, OnePlus ટૂંક સમયમાં ચીનના બજારમાં 'OnePlus Ace 6 Ultra' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન માત્ર પરફોર્મન્સમાં જ નહીં, પરંતુ બેટરી બેકઅપમાં પણ બધા રેકોર્ડ તોડી શકે છે.
OnePlus Ace 6 અને Ace 6T ની સફળતા બાદ હવે આવશે 'Ultra' મોડલ
OnePlus ચાઇનાના પ્રેસિડેન્ટ લી જી લુઇસે સોશિયલ મીડિયા પર આ નવા ફોન અંગે મોટા સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, એપ્રિલ 2026 ના અંત સુધીમાં આ પાવરફૂલ સ્માર્ટફોન ઓફિશિયલ રીતે રજૂ કરવામાં આવશે. Ace 6 અને Ace 6T ની સફળતા બાદ હવે લોકો આ 'Ultra' મોડલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
OnePlus Ace 6 Ultra નું પાવરફૂલ પ્રોસેસર
આ સ્માર્ટફોનમાં અત્યાર સુધીનું સૌથી આધુનિક MediaTek Dimensity 9500 ચિપસેટ જોવા મળી શકે છે. આ પ્રોસેસર 3nm ટેકનોલોજી પર બેસ્ડ હોવાથી તે ખૂબ જ ફાસ્ટ અને ઓછી બેટરી વાપરનારું હશે. ગેમિંગના શોખીનો માટે આ ફોન એક વરદાન સાબિત થઈ શકે છે.
OnePlus Ace 6 Ultra ની ડિસ્પ્લે અને ડિઝાઇન
OnePlus Ace 6 Ultra માં 165Hz રિફ્રેશ રેટ ધરાવતી પ્રીમિયમ ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જે વીડિયો જોવાનો અને ગેમિંગનો એક્સપિરિયન્સ અત્યંત સ્મૂધ બનાવશે. 'અલ્ટ્રા' સિરીઝ હોવાને કારણે તેની બિલ્ડ ક્વોલિટી અને કેમેરા ડિઝાઇનમાં પણ પ્રીમિયમ ફેરફારો જોવા મળી શકે છે.
આ પણ ખાસ વાંચો : Realme Narzo 100 Lite 5G ટૂંક સમયમાં થશે લોન્ચ! : 7000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે બજેટ સેગમેન્ટમાં 'ગેમ ચેન્જર' બનશે?
OnePlus Ace 6 Ultra ની દમદાર બેટરી
આ ફોનની સૌથી મોટી તાકાત તેની 8,000mAh ની વિશાળ બેટરી છે. આટલી મોટી બેટરી હોવા છતાં, ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે તેમાં 100W ના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવશે. સામાન્ય વપરાશમાં આ ફોન બે થી ત્રણ દિવસ સુધી આરામથી ચાલી શકે છે.
OnePlus Ace 6 Ultra ની અંદાજિત કિંમત
OnePlus Ace 6 ની શરૂઆતની કિંમત અંદાજે ₹32,300 છે, તેથી સ્વાભાવિક છે કે, Ultra મોડલની કિંમત ₹40,000 ની આસપાસ હોઈ શકે છે. જોકે, OnePlus Ace 6 Ultra ની ઓફિશિયલ કિંમત લોન્ચિંગ સમયે જ જાણવા મળશે.





