Home Tech/Gadgets Realme Narzo 100 Lite 5g Launch Price Features India

Realme Narzo 100 Lite 5G ટૂંક સમયમાં થશે લોન્ચ! : 7000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે બજેટ સેગમેન્ટમાં 'ગેમ ચેન્જર' બનશે?

Realme Narzo 100 Lite 5G
Published by: Aryan Shah
Last Updated: Apr 11, 2026, 11:10 AM IST

Realme Narzo 100 Lite 5G : સ્માર્ટફોન માર્કેટમાં Realme ફરી એકવાર ધમાકો કરવા તૈયાર છે. કંપની તેનો નવો સ્માર્ટફોન Realme Narzo 100 Lite 5G ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે, જેમને લાંબી બેટરી લાઈફ અને દમદાર પરફોર્મન્સ જોઈએ છે. જાણો Realme Narzo 100 Lite 5G ફોનની લોન્ચ તારીખ, કિંમત અને તમામ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

Realme Narzo 100 Lite 5G ની લોન્ચિંગની વિગતો

Realme Narzo 100 Lite 5G ભારતમાં 14 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટેક પ્રેમીઓ આ લોન્ચિંગ ઇવેન્ટને ઓનલાઇન નિહાળી શકશે.

Realme Narzo 100 Lite 5G ની ડિસ્પ્લે અને બ્રાઇટનેસ

આ ફોનમાં 6.9-ઇંચની મોટી LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્મૂધ એક્સપિરિયન્સ માટે તેમાં 144Hz નો રિફ્રેશ રેટ અને 900 nits ની પીક બ્રાઇટનેસ મળશે, જેનાથી તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ જોઈ શકાશે.

Realme Narzo 100 Lite 5G ની દમદાર બેટરી

Realme Narzo 100 Lite 5G ની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh ની બેટરી છે, જેને કંપનીએ 'ટાઇટન બેટરી' નામ આપ્યું છે. કંપનીનો દાવો છે કે, આ બેટરીની હેલ્થ 6 વર્ષ સુધી જળવાઈ રહેશે. આ ઉપરાંત, તેમાં રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ છે, એટલે કે તમે Realme Narzo 100 Lite 5G નો ઉપયોગ પાવર બેંક તરીકે પણ કરી શકશો.

Realme Narzo 100 Lite 5G નું દમદાર પરફોર્મન્સ અને પ્રોસેસર

સારા પરફોર્મન્સ માટે આ ફોનમાં MediaTek Dimensity 6300 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેમિંગ દરમિયાન ફોન ગરમ ન થાય તે માટે તેમાં 5300mm² ની મોટી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

Realme Narzo 100 Lite 5G નું કેમેરા અને ડિઝાઇન

ફોનના પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરો અને LED ફ્લેશ આપવામાં આવી છે. આ ફોન થંડર બ્લેક અને ફ્રોસ્ટ સિલ્વર એમ બે આકર્ષક કલરમાં જોવા મળશે. ફોનને મજબૂતી આપવા માટે તેમાં આર્મરશેલ પ્રોટેક્શન અને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે, જે ધૂળ અને પાણીથી રક્ષણ આપે છે.

Realme Narzo 100 Lite 5G ની સંભવિત કિંમત

જોકે કંપનીએ હજુ સત્તાવાર કિંમત જાહેર કરી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ આ ફોન ભારતમાં ₹13,000 થી ₹15,000 ની વચ્ચે લોન્ચ થઈ શકે છે. યુઝર્સ તેને એમેઝોન ઈન્ડિયા અને Realme ની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now