નેપાળમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતાનો સમયગાળો ચાલુ છે. આ દરમિયાન નેપાળના રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો. સેનાના ગોળીબારમાં બે કેદીઓના મોત થયા છે. સેના સાથેની અથડામણ દરમિયાન વધુ 10 કેદીઓ ગોળીબારમાં માર્યા ગયા છે. નેપાળમાં સેનાએ નિયંત્રણ મેળવ્યા પછી ગોળીબારની આ પહેલી ઘટના છે.
નેપાળમાં ફરી હિંસા
અગાઉ SSB એ કાઠમંડુ જેલ તોડીને ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને પકડ્યો હતો. આ વ્યક્તિને સોનાની દાણચોરીના આરોપમાં નેપાળમાં પાંચ વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યો હતો. બિહાર-નેપાળ સરહદની રક્સૌલ સરહદની સુરક્ષામાં રોકાયેલા SSB ની 47મી બટાલિયને એક બાંગ્લાદેશી નાગરિક મહંમદ અબુલ હસન ધાલીની અટકાયત કરી હતી. SSB 47મી બટાલિયનના કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું હતું કે, નેપાળમાં ત્રણ દિવસથી બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.
5000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા!
તપાસમાં મહંમદ અબુલ હસન ધાલીએ જણાવ્યું કે, તે નેપાળની રાજધાની કાઠમંડુની જેલમાં પાંચ વર્ષથી કેદ છે અને નેપાળમાં જેલમાંથી ભાગી છૂટ્યા બાદ તે રક્સૌલ પહોંચ્યો હતો, જ્યાંથી તેને વધુ કાનૂની કાર્યવાહી માટે હરપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે, નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે.