ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પછી એલન મસ્ક ઘણી વખત ટ્રમ્પ સાથે જોવા મળ્યા છે. ઘણી ઇવેંટ પર બંને એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા હતા. મીડિયામાં તેમની મિત્રતા વિશે ઘણી ચર્ચા થઈ હતી.
ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન મસ્ક તેમના નજીકના સાથી હતા. તેમને સરકારી કાર્યક્ષમતા વિભાગ ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પછી, મસ્કે ટ્રમ્પ વહીવટથી પોતાને દૂર કરી દીધા. આ પછી, મસ્કે ટ્રમ્પની પણ ટીકા કરી હતી. ત્યારે હવે ફરીથી એક વખત એલન મસ્કે ટ્રમ્પ પર મોટો હુમલો કર્યો છે.
મસ્કે કહ્યું, અમેરિકા પર નોકશાહીનું શાસન છે, લોકતંત્રનું નહીં. 'સાચા લોકતંત્ર માટે, સરકારે લોકો પ્રત્યે જવાબદાર હોવું જોઈએ. જ્યારે તમારી પાસે એક વિશાળ, બિનચૂંટાયેલ અમલદારશાહી હોય જે લોકો પ્રત્યે જવાબદાર ન હોય... ત્યારે તમારી પાસે લોકોનું શાસન હોતું નથી. તમારી પાસે નોકરીશાહીનું સાશન છે. આ સ્પષ્ટપણે ખોટું છે. આ ગેરબંધારણીય છે.'