Nepal News: નેપાળમાં ચાલી રહેલા Gen-Z વિરોધ પ્રદર્શ ધીરે ધીરે વધુ ઉગ્ર બની રહ્યો છે. પ્રદર્શનકારીઓએ નેપાળના ભૂતપૂર્વ PM જાલાનાથ ખનલના ઘરને આગ લગાવી દીધી હતી. જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી આગમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. નેપાળમાં સતત હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
વડા પ્રધાન કેપી શર્મા ઓલી દેશ છોડ્યું
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી Gen-Z વિરોધ વચ્ચે રાજીનામું આપ્યા પછી તરત જ દેશ છોડીને ચાલ્યા ગયા. તેઓ હેલિકોપ્ટર મારફતે દેશ છોડ્યો છે. તેમની સાથે 7 મંત્રીઓ પણ છે. જોકે, ઓલી તેમના મંત્રીઓ સાથે ક્યાં ગયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વિરોધીઓએ બાલુવાતાર એટલે કે પીએમ નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપી દુબઈ જઈ શકે છે. જોકે, હજુ સુધી તે સંપૂર્ણ રીતે જાહેર થયું નથી.
સેનાએ મંત્રીઓના નિવાસસ્થાન ખાલી કરાવી રહી છે
પૂર્વ પીએમ ઓલી દેશ છોડી ગયા પછી, કાઠમંડુમાં સેનાએ મંત્રીઓના સરકારી નિવાસસ્થાન ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને તેમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સેના મંત્રીઓને સલામત રીતે બહાર મોકલી રહી છે. આ ઉપરાંત સંસદ ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓને લશ્કરી છાવણીઓમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.