logo-img
Vice President Elections 2025 Result Cp Radhakrishnan Becomes The New Vice President Of India

Vice President Elections 2025 Result : ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન બન્યા, 452 મત મળ્યા

Vice President Elections 2025 Result
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 02:23 PM IST

Vice President Elections 2025 Result : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 767 સાંસદોએ મતદાન કર્યું એટલે કે, 98.2 ટકા મતદાન થયું હતું. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મેળવ્યા છે. જેમાં સી પી રાધાકૃષ્ણન ભારી બહુમત મળી છે. ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સી પી રાધાકૃષ્ણનનું ચૂંટણીમાં વિજય થયું છે.

બી સુદર્શન રેડ્ડીને ફક્ત 300 મત મળ્યા

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત્યા છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન 752 મત માન્ય અને 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા હતા, જ્યારે ઇન્ડિયા ગંઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને ફક્ત 300 મત મળ્યા હતા.

13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો

ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 788 સાંસદો છે. હાલમાં બંને ગૃહોમાં 7 બેઠકો ખાલી છે. આ રીતે કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું, જેમાંથી 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. અનુમાન મુજબ BRSના 4, BJDના 7, અકાલી દળના 1 અને 1 અપક્ષ સાંસદે મતદાન કર્યું ન હતું. 427 NDAએ સાંસદોએ મતદાન કર્યું હતું.

સી.પી. રાધાકૃષ્ણ કોણ છે?

ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન 31 જુલાઈ 2024 ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની નિમણૂક પહેલાં, તેમણે લગભગ દોઢ વર્ષ સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ઝારખંડના રાજ્યપાલ તરીકે, રાધાકૃષ્ણનને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેના કાર્યો નિભાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

4 મે, 1957 ના રોજ તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા રાધાકૃષ્ણને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આરએસએસ સ્વયંસેવક તરીકે શરૂઆત કરતા, તેઓ 1974 માં ભારતીય જનસંઘના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા.

1996માં રાધાકૃષ્ણનને તમિલનાડુમાં ભાજપના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1998 માં તેઓ કોઈમ્બતુરથી પહેલી વાર લોકસભામાં ચૂંટાયા હતા.1999 માં તેઓ ફરીથી લોકસભામાં ચૂંટાયા હતા.

સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કાપડ માટેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) માટેની સંસદીય સમિતિ અને નાણાં માટેની સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ કરતી સંસદીય વિશેષ સમિતિના સભ્ય પણ હતા.

સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ રહી ચુક્યાં

2004 માં રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે યુએન મહાસભાને સંબોધિત કરી હતી. તેઓ તાઇવાનના પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા.

2004 થી 2007 દરમિયાન, રાધાકૃષ્ણન તમિલનાડુમાં ભાજપના રાજ્ય પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ ભૂમિકામાં, તેમણે 19,000 કિલોમીટરની 'રથ યાત્રા' કાઢી હતી જે 93 દિવસ સુધી ચાલી હતી. આ યાત્રાનું આયોજન તમામ ભારતીય નદીઓને જોડવા, આતંકવાદને નાબૂદ કરવા, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા, અસ્પૃશ્યતા દૂર કરવા અને માદક દ્રવ્યોના જોખમનો સામનો કરવા માટેની તેમની માંગણીઓને ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું હતું. તેમણે વિવિધ કારણોસર બે વધુ પદયાત્રાઓનું નેતૃત્વ પણ કર્યું.

2016 માં, રાધાકૃષ્ણનને કોચીના કોઇર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, આ પદ તેમણે ચાર વર્ષ સુધી સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ, ભારતમાંથી કોઇરની નિકાસ 2532 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. 2020 થી 2022 સુધી, તેઓ કેરળ માટે ભાજપના ઓલ ઇન્ડિયા ઇન્ચાર્જ હતા.

18 ફેબ્રુઆરી, 2023ના રોજ રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના કાર્યકાળના પહેલા ચાર મહિનામાં, તેમણે ઝારખંડના તમામ 24 જિલ્લાઓની મુલાકાત લીધી, નાગરિકો અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now