ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રવિવારે મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં ચાર રસોઈ ગેસ સિલિન્ડર ફાટવાથી આગ ઝડપથી ફેલાઈ. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. આગ રેસ્ટોરન્ટથી રસ્તા સુધી પહોંચી, જેના કારણે નજીકના હાઇવે પર અફરાતફરી મચી ગઈ.રેસ્ટોરન્ટમાં લોકો સંગીતના માહોલમાં ભોજનનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક ધુમાડાના ગોટા અને જ્વાળાઓએ ગભરાટ ફેલાવ્યો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે રેસ્ટોરન્ટની ઉપરની રહેણાંક ઇમારતો પણ તેની લપેટમાં આવી ગઈ.
16 લોકોને બચાવાયા
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બે થી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી 16 લોકો અને એક પાલતુ કૂતરાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, મુરાદાબાદના ચીફ ફાયર ઓફિસર રાજીવ કુમાર પાંડેએ જણાવ્યું, "રાત્રે 10 વાગ્યે અમને ક્લાર્ક્સ ઇન હોટલની સામેના રેસ્ટોરન્ટમાં આગ લાગવાની માહિતી મળી.
ઘટનાની તપાસ ચાલુ
ચાર સિલિન્ડર ફાટવાથી આગ ઝડપથી ફેલાઈ. સાત ફાયર એન્જિનો અને વધુ સાધનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી." તેમણે ઉમેર્યું કે ઉપરના માળે ફસાયેલા લોકોને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા.આગનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ફટાકડામાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હોવાની શંકા છે. ઘટનાની તપાસ ચાલુ છે.




















