IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝન વધુ જ રસપ્રદ બની રહી છે અને આજે ક્રિકેટપ્રેમીઓ માટે ડબલ મજા છે. એક તરફ લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જોવા મળશે, તો બીજી તરફ મુંબઈના વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે હાઇ-વોલ્ટેજ ટક્કર થશે. બંને મેચોમાં ટીમોની ફોર્મ, પિચ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ પરિણામને રસપ્રદ બનાવે છે.
લખનઉ vs ગુજરાત : પંતની ટીમનો હેટટ્રિક વિજયનો લક્ષ્ય
લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બપોરે 3:30 વાગ્યે રમાશે. આ મુકાબલો માત્ર પોઇન્ટ્સ માટે જ નહીં, પરંતુ મોમેન્ટમ માટે પણ મહત્વપૂર્ણ છે.
હેડ-ટુ-હેડમાં ટક્કર
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે જેમાં ગુજરાતે 4 જીત મેળવી છે, જ્યારે લખનઉએ છેલ્લી 3 મેચમાં સતત જીત મેળવીને દબદબો બનાવ્યો છે. એકાના સ્ટેડિયમમાં પણ લખનઉનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.
બેટ્સમેન અને બોલર પર રહેશે નજર
લખનઉ માટે કેપ્ટન રિષભ પંત મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે. તેની 68 રનની ઇનિંગ ટીમ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. મિડલ ઓર્ડરમાં તેની ભૂમિકા આજે પણ નિર્ણાયક રહેશે. બીજી તરફ ગુજરાત માટે જોશ બટલર ફોર્મમાં છે અને તે મેચનો ગેમ-ચેન્જર બની શકે છે. બોલિંગમાં લખનઉના પ્રિન્સ યાદવ અને ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે.
પિચ અને પરિસ્થિતિ
લખનઉની પિચ સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં મોટાભાગે લો-સ્કોરિંગ મેચ જોવા મળે છે, એટલે બેટર્સ માટે સાવધાની જરૂરી રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.
LSG અને GT ની સંભવિત પ્લેઇંગ-12
LSG : એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેષ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી.
ઇમ્પેક્ટ પ્લેયર : આયુષ બદોની.
GT : સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.
ઇમ્પેક્ટ પ્લેયર : પ્રસિદ્ધ ક્રિષ્ના.
મુંબઈ vs બેંગલુરુ : વાનખેડેમાં જોવા મળશે રનની આતશબાજી!
સાંજે 7:30 વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ શરૂ થશે. બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
હેડ-ટુ-હેડમાં મુંબઈ આગળ
મુંબઈ ઇન્ડિયન્સ અને RCB વચ્ચે કુલ 36 મેચ રમાઈ છે જેમાં મુંબઈએ 21 જીત મેળવી છે. આ આંકડો મુંબઈના આત્મવિશ્વાસને વધારશે, ખાસ કરીને ઘરઆંગણે રમતી વખતે.
આ પણ ખાસ વાંચો : દિગ્ગજ ઈન્ડિયા ખેલાડીની ભવિષ્યવાણી! : IPL માં તરખાટ મચાવનાર 15 વર્ષનો આ છોકરો હવે ટીમ ઈન્ડિયામાં દેખાશે!
કોહલી vs રોહિત : સૌથી મોટી ટક્કર
બેંગલુરુ માટે રજત પાટીદાર ટોપ સ્કોરર છે, પરંતુ RCB માટે વિરાટ કોહલીની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ મુંબઈ માટે રોહિત શર્મા જબરદસ્ત ફોર્મમાં છે અને ટીમને મજબૂત શરૂઆત અપાવે છે. બોલિંગમાં શાર્દૂલ ઠાકુર મુંબઈ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે, જ્યારે RCB માટે જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર અસરકારક બની શકે છે.
વાનખેડેની પિચ અને વેધર
વાનખેડે સ્ટેડિયમ બેટિંગ માટે અનુકૂળ છે. અહીં મોટા સ્કોર બનવાની સંભાવના વધારે છે. ડ્યુ ફેક્ટર મેચમાં મહત્વનો રોલ ભજવી શકે છે, એટલે ટોસ જીતનાર ટીમ ચેઝ પસંદ કરી શકે છે.
MI vs RCB ની પોસિબલ પ્લેઇંગ-12
MI : રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ.
RCB : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ સલામ/અભિનંદન સિંહ, સુયશ શર્મા.
કેમ આજની મેચ મહત્વપૂર્ણ છે?
આજે રમાનારી બંને મેચ IPL ના પોઇન્ટ્સ ટેબલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લખનઉ જીતે તો તે ટોપ-4 માં પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકે છે, જ્યારે ગુજરાત માટે જીત જરૂરી છે જેથી તે પ્લેઓફ ની રેસમાં બની રહી શકે. મુંબઈ અને બેંગલુરુ વચ્ચેની મેચમાં બંને ટીમો માટે મોમેન્ટમ મેળવવાની સારો તક છે. ખાસ કરીને મુંબઈ માટે ઘરઆંગણે જીત ટીમના આત્મવિશ્વાસને વધારશે, જ્યારે RCB ફરી જીતની લયમાં આવવા માગશે. આજેના દિવસની બંને મેચ IPL ના આગામી સપ્તાહ માટે ટ્રેન્ડ સેટ કરી શકે છે.





