Home Sports FIFA 2026 1966 Fifa World Cup Stolen Trophy Found By Dog Pickles

1966 FIFA World Cup : જ્યારે એક કૂતરાએ ફૂટબોલ વર્લ્ડ કપ ટ્રોફી શોધી!

Dog found the stolen World Cup, know the unique story
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 15, 2026, 05:19 AM IST

લંડનમાં પ્રદર્શન દરમિયાન ચોરાયેલી 'જુલ્સ રિમેટ ટ્રોફી' ને પિકલ્સ નામના શ્વાને ઝાડીઓમાંથી શોધીને દુનિયાને ચોંકાવી દીધી હતી

ફૂટબોલના ઇતિહાસમાં ઘણી રોમાંચક મેચો રમાઈ છે, પરંતુ 1966 ના FIFA વર્લ્ડ કપની કહાની મેદાનની બહાર બનેલી એક અજીબોગરીબ ઘટના માટે હંમેશા યાદ રાખવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 4 મહિના પહેલા જ ફૂટબોલની પ્રતિષ્ઠિત 'જુલ્સ રિમેટ ટ્રોફી' (Jules Rimet Trophy) ચોરાઈ ગઈ હતી. આખી બ્રિટિશ પોલીસ જે ટ્રોફીને શોધી શકી ન હતી, તેને એક સામાન્ય કૂતરાએ શોધી કાઢીને ફૂટબોલ જગતની આબરૂ બચાવી હતી.

કડક સુરક્ષા વચ્ચેથી ટ્રોફી ગાયબ થઈ

આ ઘટના March 20, 1966 ના રોજ બની હતી. ઇંગ્લેન્ડના ફૂટબોલ એસોસિએશને (FA) લંડનના વેસ્ટમિન્સ્ટર ખાતે આવેલા મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલમાં એક પ્રદર્શન (Exhibition) માં આ ટ્રોફી રાખવાની મંજૂરી આપી હતી. તે સમયે આ ટ્રોફીની કિંમત £3,000 (અંદાજે 30 હજાર પાઉન્ડના વીમા સાથે) હતી. તેની આસપાસ કરોડો રૂપિયાના મોંઘા સ્ટેમ્પ પણ રાખવામાં આવ્યા હતા.

પરંતુ સુરક્ષામાં એક મોટી ખામી રહી ગઈ. જ્યારે પ્રદર્શન બંધ થતું, ત્યારે ત્યાં કોઈ ગાર્ડ હાજર નહોતો. આ વાતનો ફાયદો ઉઠાવીને એક ચોર પાછળના દરવાજેથી ઘૂસ્યો અને ધોળા દિવસે ટ્રોફી ચોરીને ફરાર થઈ ગયો. નવાઈની વાત એ હતી કે ચોરે કિંમતી સ્ટેમ્પને અડક્યા વગર માત્ર વર્લ્ડ કપ ટ્રોફી જ ચોરી લીધી હતી.

ચોરે માંગી £15,000 ની ખંડણી

ટ્રોફી ચોરાયાના થોડા દિવસો બાદ ફૂટબોલ એસોસિએશનના ચેરમેન જો મીર્સને એક પત્ર મળ્યો. પત્ર લખનારે પોતાનું નામ 'જેકસન' જણાવ્યું હતું અને ટ્રોફી પાછી આપવાના બદલામાં £15,000 ની ખંડણી (Ransom) માંગી હતી. જો પૈસા ન મળે તો ટ્રોફીને ઓગાળી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે ચોરને પકડવા માટે એક પ્લાન બનાવ્યો. એક ડિટેક્ટિવ નકલી પૈસા ભરેલી બેગ લઈને ચોરને મળવા પહોંચ્યા. પોલીસે છટકું ગોઠવીને એડવર્ડ બેચલી નામના વ્યક્તિની ધરપકડ તો કરી લીધી, પરંતુ તે માત્ર એક વચેટિયો (Middleman) હતો અને તેની પાસે ટ્રોફી ન હતી. પોલીસની તપાસ ફરી અટકી ગઈ.

'પિકલ્સ' નામના કૂતરાની એન્ટ્રી અને ચમત્કાર

March 27, 1966 ની સવારે ડેવિડ કોર્બેટ (David Corbett) નામના વ્યક્તિ પોતાના મિક્સ-બ્રીડ કોલી શ્વાન 'પિકલ્સ' (Pickles) ને લઈને ફરવા નીકળ્યા હતા. ચાલતા ચાલતા પિકલ્સ અચાનક પડોશીની કાર પાસે આવેલી ઝાડીઓ તરફ ખેંચાઈ ગયો. ત્યાં છાપામાં લપેટેલું અને દોરીથી બાંધેલું એક ભારે પાર્સલ પડ્યું હતું.

તે ક્ષણને યાદ કરતા ડેવિડે જણાવ્યું હતું કે, "તે સમયે આતંકી સંગઠન IRA નો ડર હોવાથી મને લાગ્યું કે આ કોઈ બોમ્બ છે. મેં તેને બે વાર ઉપાડીને મૂકી દીધું. પણ પછી ઉત્સુકતા જાગી એટલે મેં કાગળ થોડો ફાડ્યો. અંદર મને એક ડિસ્ક દેખાઈ, જેના પર બ્રાઝીલ, જર્મની અને ઉરુગ્વેના નામ લખેલા હતા. હું દોડતો ઘરમાં ગયો અને પત્નીને કહ્યું કે મને વર્લ્ડ કપ મળી ગયો છે!" ડેવિડ તરત જ ટ્રોફી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

કૂતરો રાતોરાત સેલિબ્રિટી બન્યો

ટ્રોફી મળવાની સાથે જ પિકલ્સ આખા બ્રિટનમાં નેશનલ હીરો બની ગયો. તેને ટીવી શોમાં બોલાવવામાં આવ્યો, તેણે એક ફિલ્મમાં પણ કામ કર્યું અને તેને 'મેડલ' પણ મળ્યો. એક વર્ષ સુધી તેને મફત ડોગ ફૂડ મળ્યું અને તેના માલિક ડેવિડને £5,000 નું ઇનામ મળ્યું.

જ્યારે 1966 માં ઇંગ્લેન્ડે ફાઇનલમાં પશ્ચિમ જર્મનીને 4-2 થી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો, ત્યારે ઇંગ્લેન્ડની ટીમે પિકલ્સ અને તેના માલિક ડેવિડને ખાસ વિનર્સ બેન્ક્વેટ (પાર્ટી) માં આમંત્રિત કર્યા હતા. ભલે આ શ્વાનનું અવસાન તેના એક વર્ષ પછી થઈ ગયું, પરંતુ ફૂટબોલના ઇતિહાસમાં તેને 'વર્લ્ડ કપ બચાવનાર કૂતરા' તરીકે હંમેશા યાદ રાખવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now