Home Sports Lsg Replacement Hasaranga South Africa Player Ipl 2026

LSG એ વાનિંદુ હસરંગાના સ્થાને સાઉથ આફ્રિકાના સ્ટારને કર્યો સાઇન : માત્ર 1 કરોડમાં જોડાયો આફ્રિકન સ્ટાર ઓલરાઉન્ડર!

wanindu hasaranga
Published by: Aryan Shah
Last Updated: Apr 10, 2026, 01:44 PM IST

Lucknow Super Giants : IPL 2026 ની વચ્ચે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ફેન્સ માટે એક માઠા સમાચાર અને એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના લીડ સ્પિનર વાનિન્દુ હસરંગા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે, લખનઉની ટીમે વિલંબ કર્યા વગર તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડે હવે લખનઉની ટીમ તરફથી મેદાનમાં જોવા મળશે.

હસરંગા કેમ થયો બહાર?

શ્રીલંકાના સ્ટાર લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગાને IPL 2026 ના ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, તે લેફ્ટ પગની હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન હતો. આ ઈજાને કારણે તે સિઝનની શરૂઆતની ત્રણ મેચ રમી શક્યો ન હતો. હવે ઓફિશિયલ રિપોર્ટ અનુસાર, તે આખી સિઝન રમી શકશે નહીં અને સ્વદેશ પરત ફરશે.

કોણ છે જ્યોર્જ લિન્ડે?

લખનઉ સુપર જાયન્ટ્સે હસરંગાના સ્થાને સાઉથ આફ્રિકાના અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર અને ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડેને ટીમમાં સામેલ કર્યો છે. 34 વર્ષીય લિન્ડે વિશ્વભરની T20 લીગમાં રમવાનો ઘણો અનુભવ ધરાવે છે. લિન્ડેએ સાઉથ આફ્રિકા માટે 37 T20 મેચોમાં 35 વિકેટ ઝડપી છે અને 403 રન પણ બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ લિન્ડેની પ્રથમ IPL સિઝન હશે.

પગાર અને કરારની વિગત

IPL દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ, જ્યોર્જ લિન્ડેને હસરંગાની મૂળ કિંમત કરતાં અડધી કિંમતે એટલે કે, 1 કરોડ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો છે. ટીમે તેના અનુભવને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે. લિન્ડે બોલિંગની સાથે સાથે લોઅર ઓર્ડરમાં આક્રમક બેટિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

જ્યોર્જ લિન્ડેક્યારે રમશે પ્રથમ મેચ?

લખનઉ સુપર જાયન્ટ્સના ડિરેક્ટરે પુષ્ટિ આપી છે કે, જ્યોર્જ લિન્ડે વહેલી તકે ટીમ સાથે જોડાઈ જશે. રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાનારી મેચમાં તે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. હવે જોવાનું એ રહેશે કે, તે લખનઉની ટીમને પ્લેઓફની રેસમાં કેટલી મદદ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now