Royal Challengers Bangalore : IPL 2026 નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB તેની પ્રથમ મેચ SRH સામે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. રજત પાટીદારની કેપ્ટન્સીમાં 2025 માં પ્રથમવાર ચેમ્પિયન બન્યા પછી, RCB એ IPL 2026 ના મિની-ઓક્શનમાં કૃણાલ પંડ્યા, દેવદત્ત પડીકલ અને ફિલ સોલ્ટ જેવા દિગ્ગજોને જાળવી રાખ્યા છે. જોકે, મિની-ઓક્શનમાં RCB એ કેટલાક એવા ખેલાડીઓને સાઇન કર્યા છે, પણ એ ખેલાડીને કદાચ આખી સીઝન મેદાનની બહાર બૅન્ચ પર બેસવું પડી શકે છે.
જોર્ડન કોક્સ : ઈંગ્લિશ સાથીઓ જ બનશે અડચણ
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોર્ડન કોક્સને RCB એ 75 લાખમાં ખરીદ્યો છે. જોર્ડન કોક્સ 'ધ હન્ડ્રેડ' જેવી ટુર્નામેન્ટમાં મોટું નામ છે, પરંતુ RCB માટે રમવા માટે તેને ઘણી રાહ જોવી પડશે. કારણ કે, ઓપનિંગમાં વિરાટ કોહલીની સાથે ફિલ સોલ્ટ પહેલી પસંદ છે. જો ફિલ સોલ્ટ ખરાબ ફોર્મને બૅન્ચ પર બેસાડવામાં આવે, તો પણ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જેકબ બેથેલને કોક્સ કરતાં પહેલા તક મળે તેવી શક્યતા છે. આ સંજોગોમાં કોક્સ માટે પ્લેઇંગ 11 માં જગ્યા બનાવવી અશક્ય જેવું લાગે છે.
વિહાન મલ્હોત્રા : લેફટી બેટ્સમેનોની ભીડમાં નહીં મળે તક
યુવા ભારતીય પ્રતિભા વિહાન મલ્હોત્રાએ અંડર-19 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેને 30 લાખમાં ખરીદવામાં આવ્યો છે. વિહાન એક ડાબોડી બેટ્સમેન છે, પરંતુ RCB પાસે પહેલેથી જ દેવદત્ત પડિકલ, વેંકટેશ ઐયર અને જેકબ બેથેલ જેવા એક્સપિરિયન્સ ડાબોડી ખેલાડીઓના ઓપ્શન હાજર છે. ટીમમાં મધ્યમ ક્રમ અને ટોપ ઓર્ડર પહેલેથી જ ફિક્સ હોવાથી વિહાનને ડેબ્યૂ માટે લાંબી રાહ જોવી પડી શકે છે.
જેકબ ડફી : વર્લ્ડ કપના નબળા ફોર્મની અસર
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીને જોશ હેઝલવુડના બેકઅપ તરીકે 2 કરોડની મોટી રકમમાં લેવામાં આવ્યો છે. ગત વર્ષે T20I માં તેને ઘણી વિકેટ ઝડપી હતી, પરંતુ હાલના T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. જેમાં તેને 5 મેચમાં માત્ર 3 વિકેટ લીધી અને રન પણ ખૂબ આપ્યા. બીજી તરફ, ટીમ પાસે અભિનંદન સિંહ અને રસિક દાર જેવા યુવા બોલરો છે જેમણે પ્રેક્ટિસ મેચોમાં શાનદાર પરફોર્મન્સ કર્યું છે. આથી, જોશ હેઝલવુડની ગેરહાજરીમાં પણ ડફીને બદલે ભારતીય બોલરોને પ્રાધાન્ય મળી તેવી શક્યતા રહેલી છે.





