Home Sports Vaibhav Suryavanshi Ipl 2026 Team India Selection Debate

દિગ્ગજ ઈન્ડિયા ખેલાડીની ભવિષ્યવાણી! : IPL માં તરખાટ મચાવનાર 15 વર્ષનો આ છોકરો હવે ટીમ ઈન્ડિયામાં દેખાશે!

Vaibhav Suryavanshi
Published by: Aryan Shah
Last Updated: Apr 12, 2026, 06:35 AM IST

Vaibhav Suryavanshi : IPL 2026 માં અત્યારે એક જ નામની ચર્ચાઓ દરેક ક્રિકેટ પ્રેમીના મોઢે સાંભળવા મળી રહી છે, અને તે છે 15 વર્ષીય 'વન્ડરકિડ' વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ યુવા ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગથી માત્ર ફેન્સના જ નહીં, પરંતુ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓના દિલ પણ જીતી લીધા છે. હાલમાં પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે વૈભવ સૂર્યવંશીના વખાણ કરતાં તેને ટીમ ઈન્ડિયાનો Next-Gen Superstar ગણાવ્યો છે.

મોહમ્મદ કૈફની ભવિષ્યવાણી

મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વૈભવ સૂર્યવંશીના જોરદાર વખાણ કર્યા છે. કૈફે જણાવ્યું કે, "સચિન તેંડુલકર સાહેબ 16 વર્ષની ઉંમરે દેશ માટે રમ્યા હતા, અને હવે 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી ભારત માટે રમતા દેખાઈ શકે છે. જે રીતે તે હાલમાં IPL રમી રહ્યો છે, જો આખી IPL સિઝન આવી જ રીતે રમશે તો સિલેક્ટર્સ પોતે તેના ઘરે જઈને તેને ટીમ ઈન્ડિયાની કેપ પહેરાવશે. જ્યારે વૈભવ સૂર્યવંશી બૅટિંગ કરે છે ત્યારે તેના ફેસ પર કોઈ દબાણ નથી, તે એકદમ નિર્ભય થઈને બેટિંગ કરે છે."

આંકડામાં વૈભવ સૂર્યવંશીનો તરખાટ

વૈભવ સૂર્યવંશીના આંકડા તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે. અત્યાર સુધીની IPL માં વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 IPL મેચમાં તેને 452 રન ફટકાર્યા છે, જેમાં તેની એવરેજ 41.09 અને સ્ટ્રાઇક રેટ 229.44 જેટલો ઊંચો રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 1 સેન્ચુરી અને 3 હાફ-સેન્ચુરી ફટકારી છે. નવાઈની વાત એ છે કે, તેને આ IPL 2026 ની સિઝનમાં 4 માંથી 2 મેચમાં માત્ર 15 બોલમાં હાફ-સેન્ચુરી ફટકારીને બધાને સ્તબ્ધ કરી દીધા છે.

દિગ્ગજ બોલરોની ધુલાઈ

વૈભવ સૂર્યવંશી માટે બોલરનું નામ મહત્વનું નથી, તે માત્ર બોલને જોવે છે અને શૉટ રમે છે. વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવૂડ, ટ્રેન્ટ બોલ્ટ અને ભુવનેશ્વર કુમાર જેવા વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો સામે ડર્યા વગર રન બનાવ્યા છે. RCB સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ જોશ હેઝલવૂડના 4 બોલમાં 1 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. મોહમ્મદ કૈફે તો ત્યાં સુધી કહ્યું કે, વૈભવ સૂર્યવંશી ક્રિકેટને એવી રીતે રમે છે, જાણે કોઈ વીડિયો ગેમ રમી રહ્યો હોય!

આ પણ ખાસ વાંચો : PBKS vs SRH; અભિષેક શર્માએ મુલ્લાનપુર ગજવ્યું! : હૈદરાબાદના બેટ્સમેનોએ પંજાબના ઘર આંગણે જ મચાવ્યો કહેર

ICC ના નિયમો અને સિલેક્ટર્સની કસોટી

ઘણા લોકો માને છે કે, વૈભવ સૂર્યવંશી હજુ ઘણો નાનો છે, પરંતુ ICC ના નિયમો મુજબ 15 વર્ષની ઉંમર પછી ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે પાત્ર છે. વૈભવ 27 માર્ચે 15 વર્ષનો થઈ ગયો છે, એટલે કે, તે હવે ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે. પ્રશ્ન હવે એ છે કે, શું સિલેક્ટર્સ આ યુવા પ્રતિભાને જલ્દી તક આપશે કે, હજુ 'પરિપક્વ' થવાની રાહ જોશે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now