RR vs RCB : IPL 2026 માં શુક્રવારે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અનેક રેકોર્ડ્સ બન્યા અને તૂટ્યા હતા. વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ અને બોલરોની ચતુર રમત સામે બેંગલુરુના 200 થી વધુ રનનો ટાર્ગેટ પણ ઓછો પડ્યો હતો.
વૈભવ સૂર્યવંશીનું પાવર પેક પરફોર્મન્સ
રાજસ્થાનની જીતનો અસલી હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. તેને માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને મેદાનમાં સનસનાટી મચાવી દીધી હતી. વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ 300 ની આસપાસ રહ્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગને કારણે રાજસ્થાને ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો.
વિરાટ કોહલી અને બિશ્નોઈનો જંગ
RCB માટે વિરાટ કોહલીએ સારી શરૂઆત કરી હતી અને આર્ચરની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જોકે, રવિ બિશ્નોઈની સ્પિન સામે વિરાટ કોહલી થાપ ખાઈ ગયો હતો. રવિ બિશ્નોઈની એક શાનદાર ગુગલી બોલ પર વિરાટ કોહલી ક્લીન બોલ્ડ થયો હતો અને 32 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.
RCB ના નામે શરમજનક અને ગર્વના રેકોર્ડ્સ
આ મેચમાં RCB એ IPL ઈતિહાસમાં 37 મી વખત 200+ રન બનાવવાનો રેકોર્ડ CSK સાથે શેર કર્યો છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, RCB હવે 7 મી વખત 200 થી વધુ રન બનાવીને મેચ હારી છે, જે પંજાબ કિંગ્સ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ છે. RCB ટીમના કેપ્ટન રજત પાટીદારે તેના 3000 T20 રન પૂરી કરવાની સિદ્ધિ પણ મેળવી હતી.
આ પણ ખાસ વાંચો : IPLના નવા સ્ટાર મુકુલ ચૌધરી વિશે અર્જુન તેંડુલકરની સાચી પડી ભવિષ્યવાણી : જૂનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
રાજસ્થાનના બોલરો અને ફિલ્ડિંગનો જાદુ
બોલિંગમાં સંદીપ શર્માએ પોતાની 150 મી IPL વિકેટ ઝડપીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. બીજી તરફ જોફ્રા આર્ચરે મેચના પહેલા જ બોલ પર વિકેટ લઈને RCB ને ફટકો આપ્યો હતો. ફિલ્ડિંગમાં શિમરોન હેટમાયરે બે શાનદાર ડાઈવિંગ કેચ પકડીને બેંગલુરુના બેટ્સમેનોને પ્રેશરમાં રાખ્યા હતા. રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં બ્રિજેશ શર્માએ પણ બે પ્રયાસમાં કેચ પકડીને પ્રેક્ષકોને ચોંકાવી દીધા હતા.





