Home Sports IPL 2026 Mukul Chaudhary Ipl 2026 Lsg Vs Kkr Arjun Tendulkar Prediction

IPLના નવા સ્ટાર મુકુલ ચૌધરી વિશે અર્જુન તેંડુલકરની સાચી પડી ભવિષ્યવાણી : જૂનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

અર્જુન તેન્ડુલકરની આગાહી
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 02:36 PM IST

IPL 2026: ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમેલી મેચ વિનિંગ ઈનિંગ બાદ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના નવા ખેલાડી મુકુલ ચૌધરીની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. આ યુવા બેટરના શાનદાર પ્રદર્શનને કારણે તે રાતોરાત IPLમાં ઉભરતા નામોમાં સામેલ થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે, અર્જુન તેંડુલકરની પણ ટેલેન્ટ પારખવાની શક્તિ માટે પ્રશંસા થઈ રહી છે. અર્જુનનો એક જૂનો પોડકાસ્ટ વીડિયો ફરી સામે આવ્યો છે, જેમાં તેણે મુકુલની સફળતા પહેલા જ તેના વિશે ખૂબ જ વખાણ કર્યા હતા.

અર્જુન તેંડુલકરે શુભંકર મિશ્રા સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, "મુકુલ ચૌધરી અદ્ભુત છગ્ગા મારે છે. ગઈકાલે એક પ્રેક્ટિસ મેચમાં મેં તેની બેટિંગ જોઈ હતી અને હું ખરેખર પ્રભાવિત થયો હતો. તે મેદાનની ચારે બાજુ - સ્ક્વેર લેગ, પોઈન્ટ, અપર કટ અને બોલરની પાછળ પણ ફટકા મારે છે. તેની બેટિંગ શૈલી ગજબની છે,"

આ પણ વાંચો: LSG એ વાનિંદુ હસરંગાના સ્થાને સાઉથ આફ્રિકાના સ્ટારને કર્યો સાઇન : માત્ર 1 કરોડમાં જોડાયો આફ્રિકન સ્ટાર ઓલરાઉન્ડર!

KKR સામે મુકુલનો તરખાટ

મુકુલ ચૌધરીએ KKR સામે 27 બોલમાં અણનમ 54 રન બનાવીને સાબિત કરી દીધું કે તે એક નીડર ફિનિશર છે. જ્યારે LSGને 42 બોલમાં 78 રનની જરૂર હતી ત્યારે તે મેદાનમાં આવ્યો હતો. શરૂઆતમાં સુનીલ નરેન સામે તે થોડો સંઘર્ષ કરતો દેખાયો, પરંતુ અંતિમ ઓવરોમાં તેણે કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા અને કેમેરોન ગ્રીન જેવા બોલરોની બરાબરની ધોલાઈ કરીને યાદગાર જીત અપાવી હતી. મુકુલની બેટિંગમાં ચાહકોને એમ.એસ. ધોનીની ઝલક જોવા મળી હતી, કારણ કે તેણે મેદાનમાં હેલિકોપ્ટર શોટ્સ પણ ફટકાર્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા. જ્યારે છેલ્લી બે ઓવરમાં 30 રનની જરૂર હતી, ત્યારે મુકુલે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બેટરની મદદ વગર એકલા હાથે સિક્સરો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો: IPL 2026; વિજય રથ પર સવાર RR અને RCB વચ્ચે ગુવાહાટીમાં મેચ! : વૈભવની પાવર હીટિંગ કે વિરાટનો ક્લાસ, કોણ મારશે બાજી?

LSG સેટઅપમાં ઉભરતો સિતારો

મુકુલની આ ઈનિંગે તેને LSG માટે એક મહત્વની સંપત્તિ બનાવી દીધો છે. ટીમના કોચ જસ્ટિન લેંગરે પણ તેની એથ્લેટિસિઝમ અને રમત પ્રત્યેની સમજની પ્રશંસા કરી છે. જસ્ટિન લેંગરે જણાવ્યું હતું કે “મને તેના વિશે સૌથી વધુ જે ગમે છે તે એ છે કે તે એક સાચો એથ્લેટ છે. વિરાટ કોહલીની જેમ તેની વિકેટો વચ્ચે દોડવાની ક્ષમતા શાનદાર છે. તેની ગેમ સેન્સ પણ અદ્ભુત છે. પ્રેક્ટિસ ગેમ્સમાં તે જે રીતે વાત કરે છે, એવું લાગે છે કે જાણે તે 300 મેચ રમી ચૂક્યો હોય. તેની પાસે પાવર છે અને ગ્રેસ પણ છે.” હવે LSGની આગામી મેચ 12 એપ્રિલે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે છે. ચાહકોની નજર ફરી એકવાર મુકુલ ચૌધરી પર રહેશે કે શું તે આ શાનદાર ફોર્મ જાળવી રાખવામાં સફળ થાય છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now