IPL 2026 : IPL 2026 ની બીજી મેચ આજે મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામસામે ટકરાશે. મુંબઈ માટે સૌથી મોટા સમાચાર જસપ્રીત બુમરાહની વાપસી છે, જે ટીમને મજબૂતી આપશે.
બુમરાહ ટીમ સાથે જોડાયો
ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સાંજે મુંબઈ પહોંચ્યો હતો અને ટીમ હોટલમાં જોડાયો હતો. બુમરાહ છેલ્લા પાંચ દિવસથી બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. જે આજે KKR સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
જૂનો રેકોર્ડ તોડવા પર નજર
મુંબઈ ઇન્ડિયન્સ માટે એક ચિંતાનો વિષય તેમનો ઓપનિંગ મેચનો રેકોર્ડ છે. ટીમ 2012 પછી ક્યારેય પોતાની સિઝનની પ્રથમ મેચ જીતી શકી નથી. છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા આ હારના સિલસિલાને હાર્દિક પંડ્યાની કેપ્ટનસી હેઠળ ટીમ આજે તોડવા માંગશે. બીજી તરફ KKR નો પ્રથમ મેચમાં રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.
વાનખેડેનો પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમની પિચ હંમેશા બેટરો માટે અનુકૂળ રહી છે. અહીંની લાલ માટીની પિચ પર સારો ઉછાળો મળે છે, જેના કારણે બોલ બેટ પર સરળતાથી આવે છે. મેદાન નાનું હોવાથી અહીં રનનો વરસાદ થવાની પૂરી શક્યતા છે. સાંજની મેચ હોવાથી ઝાકળ (Dew) મહત્વનો ભાગ ભજવશે, તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
બંને ટીમોની તાકાત
મુંબઈ પાસે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવી મજબૂત બેટિંગ લાઈનઅપ છે. જ્યારે કોલકાતા પાસે અજિંક્ય રહાણેનો એક્સપિરિયન્સ અને રિંકુ સિંહ અને ફિન એલેન જેવા વિસ્ફોટક પ્લેયર સામેલ છે. KKR નો સ્પિન વિભાગ પણ સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીના કારણે ઘણો મજબૂત દેખાય છે.
આ પણ ખાસ વાંચો : વિરાટ-અનુષ્કાની રોમેન્ટિક ક્ષણ વચ્ચે કોણ આવ્યું? : RCB ની જીત બાદ 'વિરુષ્કા' ની આ ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
સંભવિત પ્લેઈંગ XI: મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા, રિયાન રિકલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રૂથરફોર્ડ, કોર્બિન બોસ્ચ, મયંક માર્કન્ડે, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, ઇમ્પેક્ટ પ્લેયર: અશ્વિની કુમાર/ દીપક ચાહર
સંભવિત પ્લેઈંગ XI : કોલકાતા નાઈટ રાઈડર્સ
અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી, કેમ રૂન ગ્રીન, તેજસ્વી સિંહ (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, સુનીલ નારાયણ, ઉમરાન મલિક, વરૂણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની, ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોરા





