Rohit Sharma and Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમના બે સૌથી મોટા સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં સતત ચર્ચાઓ ચાલતી રહે છે. આગામી વનડે વર્લ્ડ કપ 2027માં યોજાવાનો છે, ત્યારે ચાહકોના મનમાં એક જ સવાલ છે કે, શું આ બંને દિગ્ગજ ખેલાડીઓ આ મેગા ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે? આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ પણ ઉડી રહી છે. હવે આ તમામ અટકળો પર BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સત્તાવાર મૌન તોડ્યું છે અને સ્થિતિ સ્પષ્ટ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ ટ્વીટનું સત્ય
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક ટ્વીટ જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં એવો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા 20 June 2026ના રોજ પોતાની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યો છે. વાયરલ પોસ્ટમાં એવું પણ કહેવાયું છે કે, BCCIએ રોહિત શર્માને સત્તાવાર રીતે સંદેશ આપી દીધો છે કે, તે 2027 ODI WCનો ભાગ નહીં રહે. જોકે, ક્રિકેટ ચાહકોએ આવી અફવાઓથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. અફઘાનિસ્તાન સામેની આ અંતિમ મેચ રોહિતની છેલ્લી મેચ નથી, કારણ કે બોર્ડ તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કે આદેશ કરવામાં આવ્યો નથી. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના હાલના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આ માત્ર મેચ પહેલાં ચાહકોને ભ્રમિત કરવા માટે ફેલાવવામાં આવેલી સોશિયલ મીડિયા અફવા છે.
આ પણ ખાસ વાંચો : "Somebody" એ કરવું પડશે અસાધારણ પ્રદર્શન! : કિશનના ધમાકેદાર ફોર્મથી રોહિત, યશસ્વી, રાહુલ કે શ્રેયસ કોનું સ્થાન સૌથી વધુ જોખમમાં?
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનું સત્તાવાર નિવેદન
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આગામી વર્ષમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. બોર્ડના વડા તરીકે અમારી પાસે ખૂબ જ મજબૂત ટીમ અને નિષ્ણાતો છે. આ રોડમેપ તૈયાર કરવામાં ક્રિકેટ સમિતિ, સિલેક્ટર્સ, સપોર્ટ સ્ટાફ, હેડ કોચ અને સંબંધિત ખેલાડીઓ સહિતના તમામ હિસ્સેદારોને સાથે રાખવામાં આવે છે અને તેમની વચ્ચે નિયમિત વાતચીત થતી રહે છે.
આ પણ ખાસ વાંચો : જર્મનીને ધૂળ ચટાવી ભારતની વિજય ગર્જના : મનપ્રીત સિંહે રચ્યો નવો કીર્તિમાન, ઈન્ડિયાએ 3-1થી જીતી મેચ
બોર્ડરૂમની ચર્ચા અને ગોપનીયતા
દેવજીત સૈકિયાએ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અંગે વાત કરતાં જણાવ્યું કે, આ પ્રકારની ચર્ચાઓ માટે કોઈ "ખાસ સત્ર" ની જરૂર નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ તમામ વ્યૂહાત્મક ચર્ચાઓ છે, તેથી તેઓ મીડિયા કે જનતા સમક્ષ આ વિગતો જાહેર કરવા માટે અધિકૃત નથી. બોર્ડનું માનવું છે કે, સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અને ટીમ પ્લાનિંગને લગતી બાબતો બોર્ડરૂમની મર્યાદામાં જ રહેવી જોઈએ.
આ પણ ખાસ વાંચો : પોર્ટુગલનો હીરો જ ટીમ માટે બન્યો મોટો પ્રશ્ન... : 25 ટચ, 0 શોટ ઓન ટાર્ગેટ અને વધતી ટીકા વચ્ચે સંઘર્ષ કરતો રોનાલ્ડો
ઉંમર અને ફિટનેસનો મોટો પડકાર
વર્લ્ડ કપ 2027 શરૂ થશે ત્યાં સુધીમાં રોહિત શર્મા 40 વર્ષના થઈ જશે, જ્યારે વિરાટ કોહલી પણ 39 વર્ષની ઉંમરની નજીક પહોંચી જશે. આ બંને ખેલાડીઓની ક્ષમતા અને ઇતિહાસ પર કોઈ શંકા નથી, કારણ કે તેઓ વિશ્વના સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં સામેલ છે. જોકે, આગામી સમયમાં તેમના માટે સૌથી મોટો પડકાર સતત રન બનાવવાની સાથે પોતાની ફિટનેસ જાળવી રાખવાનો અને ઈજામુક્ત રહેવાનો રહેશે. બીજી તરફ, ટીમમાં સ્થાન મેળવવા માટે યુવા ખેલાડીઓ પણ સતત દબાણ બનાવી રહ્યા છે, જેથી સિનિયર ખેલાડીઓ પર પ્રદર્શનનું દબાણ પણ રહેશે.





