Cricketers caught in legal trouble : ભારતીય ક્રિકેટ જગત અને સિનેમા જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટરો તિલક વર્મા, અંબાતી રાયડુ અને મોહમ્મદ સિરાજ કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. તેલંગાણા ક્રિકેટ એસોસિએશન (TCA) તરફથી આ ખેલાડીઓને રાજ્યમાં પ્રસ્તાવિત TG20 લીગ અંગે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ લીગને BCCI તરફથી જરૂરી મંજૂરી મળી નથી, જેના કારણે આ મોટો વિવાદ ઊભો થયો છે.
મુખ્ય વિવાદ
તેલંગાણા ક્રિકેટ એસોસિએશન (TCA) એ રાજ્યમાં પ્રસ્તાવિત TG20 લીગ સામે કડક વલણ અપનાવ્યું છે. એસોસિએશને દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને વેંકટેશ તેમજ ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, અંબાતી રાયડુ અને તિલક વર્માને આ બિન-નોંધાયેલ લીગ સાથેના જોડાણ અને પ્રમોશન માટે કાનૂની નોટિસ ફટકારી છે. રિપોર્ટ્સ અનુસાર, TCAનો આરોપ છે કે, આ સમગ્ર ટુર્નામેન્ટને BCCI તરફથી કોઈ મંજૂરી મળી નથી.
આ પણ ખાસ વાંચો : પોર્ટુગલનો હીરો જ ટીમ માટે બન્યો મોટો પ્રશ્ન... : 25 ટચ, 0 શોટ ઓન ટાર્ગેટ અને વધતી ટીકા વચ્ચે સંઘર્ષ કરતો રોનાલ્ડો
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પર સવાલો
TCAએ પોતાની નોટિસમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. એસોસિએશનનો દાવો છે કે HCA, BCCIની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના અને તેની મંજૂરી મેળવ્યા વિના મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે મળીને આ લીગનું વ્યાપારી સંચાલન કરી રહ્યું છે. નિયમો અનુસાર, સર્વોચ્ચ બોર્ડની પરવાનગી વિના આવી કોઈ લીગનો પ્રચાર કરવો અથવા તેમાં ભાગ લેવો એ રમતગમતના નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે.
TCAની મુખ્ય ચિંતા
આ ક્રિકેટ લીગને લગતા કાનૂની વિવાદ અને નિયમોના ઉલ્લંઘને રમતગમતની દુનિયામાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. TCAએ ખાસ ચિંતા વ્યક્ત કરી છે કે દેશની અગ્રણી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ દ્વારા આવા બિનસત્તાવાર કાર્યક્રમોનું સમર્થન કરવામાં આવે તો સામાન્ય ચાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.
આ પણ ખાસ વાંચો : બુમરાહ-સ્ટાર્ક સામે હીરો, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવ કેમ ઝીરો? : એક જ પ્રકારના શોટ્સ બની રહ્યા છે મુશ્કેલીનું કારણ
કલાકારો અને ક્રિકેટર્સની પ્રતિક્રિયા
કાનૂની નોટિસ મળ્યા પછી પણ અભિનેતા વિજય દેવરકોંડા, વેંકટેશ અથવા આ વિવાદમાં સંકળાયેલા ક્રિકેટરો તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આવી નથી. આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે બંને અભિનેતાઓ પોતાના મોટા ફિલ્મ પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતા વેંકટેશ હાલમાં ત્રિવિક્રમ દ્વારા નિર્દેશિત ફિલ્મ આદર્શ કુટુમ્બમ ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેમનું પૂરું ધ્યાન તેના પર છે. બીજી તરફ, વિજય દેવરકોંડા પણ એક સાથે 2 મોટી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે.





