Home Sports FIFA 2026 Jonathan David Hat Trick Canada First World Cup Win 2026

60 વર્ષ પછી FIFAમાં તૂટ્યો આ ઐતિહાસિક રેકોર્ડ : માત્ર 26 વર્ષની ઉંમરે જોનાથન ડેવિડે કરી કમાલ

FIFA World Cup 2026
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 19, 2026, 09:11 AM IST

FIFA World Cup 2026 : Football World Cup 2026માં કેનેડાના 26 વર્ષના દિગ્ગજ ફુટબોલર જોનાથન ડેવિડે ઈતિહાસ રચી દીધો છે. તેણે કતર સામેની મેચમાં શાનદાર હેટ્રિક ગોલ ફટકારીને પોતાની ટીમને એક અવિસ્મરણીય જીત અપાવી છે. આ જીત સાથે કેનેડાએ વિશ્વકપના ઈતિહાસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે અને જોનાથન ડેવિડ કેનેડા માટે ફુટબોલ વિશ્વકપમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

60 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો

જોનાથન ડેવિડે ગુરૂવારે વૈંકૂવરમાં રમાયેલી મેચમાં કતર વિરુદ્ધ હેટ્રિક કર્યા બાદ બે અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જોનાથન ડેવિડ 1966માં જેફ હર્સ્ટ બાદ ફુટબોલ વિશ્વકપ દરમિયાન પોતાના ઘરેલું મેદાન પર હેટ્રિક ગોલ કરનાર પ્રથમ મેન્સ ફુટબોલર બની ગયો છે. આ પહેલા જેફ હર્સ્ટે ફુટબોલ વિશ્વકપ 1966ના ફાઇનલમાં વેસ્ટ જર્મની પર ઈંગ્લેન્ડની 4-2થી જીત દરમિયાન ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી યાદગાર હેટ્રિક ફટકારી હતી.

આ પણ ખાસ વાંચો : "Somebody" એ કરવું પડશે અસાધારણ પ્રદર્શન! : કિશનના ધમાકેદાર ફોર્મથી રોહિત, યશસ્વી, રાહુલ કે શ્રેયસ કોનું સ્થાન સૌથી વધુ જોખમમાં?

કોણ છે કેનેડાનો આ નવો સુપરસ્ટાર?

જોનાથન ડેવિડનો જન્મ ન્યૂયોર્કના બ્રુકલિનમાં હૈતી મૂળના માતા-પિતાના ઘરે થયો હતો. તે જ્યારે માત્ર 6 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઓટાવા આવી ગયો હતો. જોનાથન ડેવિડ નાનપણથી જ યુરોપમાં ફુટબોલ રમવાની મોટી મહત્વકાંક્ષા ધરાવતો હતો. કિશોરાવસ્થામાં તેણે નોર્થ અમેરિકામાં અભ્યાસનો રસ્તો છોડીને બેલ્જિયમની પ્રખ્યાત ક્લબ જેન્ટ સાથે પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી.

€30 મિલિયનની મોટી ડીલ અને ફ્રાન્સમાં ધમાકો

વર્ષ 2020માં જોનાથન ડેવિડ €30 મિલિયનની એક મોટી ડીલ સાથે ફ્રાન્સની જાણીતી ક્લબ Lilleમાં સામેલ થયો હતો. ફ્રાન્સમાં તે એક મોટો સુપરસ્ટાર બનીને ઉભર્યો અને તેણે પેરિસ સેન્ટ-જર્મન (PSG) જેવી મજબૂત ટીમને હરાવીને લિલે ક્લબને ઐતિહાસિક લીગ 1 (Ligue 1) નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ ખાસ વાંચો : પોર્ટુગલનો હીરો જ ટીમ માટે બન્યો મોટો પ્રશ્ન... : 25 ટચ, 0 શોટ ઓન ટાર્ગેટ અને વધતી ટીકા વચ્ચે સંઘર્ષ કરતો રોનાલ્ડો

કતર સામે કેનેડાની ઐતિહાસિક 6-0 થી જીત

Football World Cup 2026માં કેનેડાએ શાનદાર પ્રદર્શન કરતા કતરને 6-0થી પરાજય આપ્યો છે. આ કેનેડાની ફુટબોલ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ જીત પણ છે. આ મેચનો અસલી હીરો જોનાથન ડેવિડ રહ્યો હતો, જેણે મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. મેચની શરૂઆતથી જ કેનેડાએ આક્રમક રમત રમી હતી. મેચની 16મી મિનિટે સાઇલ લારિને પ્રથમ ગોલ કર્યો હતો અને ત્યારબાદ 29 મી મિનિટે જોનાથન ડેવિડે શાનદાર ગોલ કરીને ટીમની લીડ બમણી કરી દીધી હતી. ત્યારબાદ કેનેડાએ સતત હુમલા યથાવત રાખ્યા અને અંતે 6-0થી મોટી જીત મેળવી હતી.

નોકઆઉટ રાઉન્ડ તરફ મજબૂત કદમ

કતરની ટીમ અનેક પ્રયાસો છતાં મેચમાં કેનેડાના મજબૂત ડિફેન્સને ભેદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. આ શાનદાર જીતની સાથે હવે ગ્રુપ સ્ટેજમાં કેનેડાના 4 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમે નોકઆઉટ રાઉન્ડ માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી દીધી છે. હવે કેનેડાએ ગ્રુપ-બીમાં ટોપ પર રહેવા માટે આગામી મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે માત્ર મેચ ડ્રો કરવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now