Rohit Sharma : દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની 19 મી સીઝનનો પ્રારંભ આવતીકાલ (28 માર્ચ) થી થવા જઈ રહ્યો છે. તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાંથી એક ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પાંચ IPL ટાઇટલ જીતવનાર સ્ટાર બેટર રોહિત શર્માએ પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા છે. હિટમેનનો આ નવો અને સુપરફિટ લુક જોઈને ખુદ ટીમ માલિક નીતા અંબાણી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
નીતા અંબાણીનું વાઈરલ રિએક્શન
IPL ની પ્રથમ મેચ પહેલા નીતા અંબાણી પોતાની ટીમને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટિસ સેશન દરમિયાન પહોંચ્યા હતા. અહીં જ્યારે તેમની મુલાકાત રોહિત શર્મા સાથે થઈ, ત્યારે તેઓ રોહિત શર્માને જોઈને દંગ રહી ગયા. રોહિત શર્માએ જે રીતે વજન ઘટાડ્યું છે અને તે જેટલો ફિટ દેખાઈ રહ્યો છે, તેના પર રિએક્શન આપતા નીતા અંબાણીએ કહ્યું કે, “Oh my God, રોહિત, હું તો તમને ઓળખી જ ન શકી! તું તો બિલકુલ એક યુવાન છોકરા જેવો દેખાઈ રહ્યો છે.” આ વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ ખાસ વાંચો : IPL પહેલા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતો પકડાયો આ પૂર્વ ખેલાડી! : મુંબઈ પોલીસ કરી 6 લોકોની ધરપકડ
રોહિત શર્મા 2.O નો અવતાર
રોહિત શર્માએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની બોડી અને ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી છે. નોંધનીય છે કે, રોહિત શર્મા હવે ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યો છે. હવે રોહિત શર્મા માત્ર ODI અને IPL રમે છે. આ રિટાયરમેન્ટ પછી રોહિત શર્માને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવા માટે પૂરતો સમય મળ્યો છે. રોહિત શર્માએ આ સમયનો સદુપયોગ કરીને પોતાને ફરીથી એક યુવાન ખેલાડી જેવો ફિટ બનાવ્યો છે, જેને લોકો હવે 'રોહિત શર્મા 2.O' કહી રહ્યા છે.
સીઝનની પ્રથમ મેચ
મુંબઈ ઈન્ડિયન્સ આ સીઝનની પોતાની પ્રથમ મેચ ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમવાની છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલા પહેલા રોહિત શર્માનો આ આત્મવિશ્વાસ અને ફિટનેસ જોઈને MI ના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, સુપરફિટ રોહિત શર્મા મેદાન પર શું જાદુ કરશે.
મુંબઈ ઈન્ડિયન્સની સ્ક્વોડ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રોબિન મિન્ઝ, શેરફન રધરફોર્ડ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દૂલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કન્ડે, દીપક ચહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), મયંક રાવત, દાનિશ માલેવાર, અથર્વ અંકોલેકર, મોહમ્મદ ઇઝહાર.






