Home Sports Yuvraj Singh Delhi Capitals Coaching Staff Ipl 2027 Sourav Ganguly

IPL 2027માં યુવરાજ સિંહની વાપસી લગભગ ફાઈનલ... : 'ફ્લોપ' ટીમે આપી મોટી ઓફર

Yuvraj Singh
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2026, 01:17 PM IST

Yuvraj Singh to Join Delhi Capitals Coaching Staff: IPLની છેલ્લી 2 સીઝનમાં ફ્લોપ રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)માં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. આ ટીમમાં કેપ્ટનથી લઈને કોચિંગ સ્ટાફ સુધી ફેરફાર થવાનું નક્કી છે. અક્ષર પટેલની જગ્યાએ કેએલ રાહુલ નવા કેપ્ટન બની શકે છે, જ્યારે કોચિંગ સ્ટાફમાં ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા દિગ્ગજો એકસાથે જોવા મળી શકે છે. આ બંને કોઈ બીજા નહીં પણ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને યુવરાજ સિંહ (Yuvraj Singh) છે. આ બંને દિગ્ગજો IPL 2027માં દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં એકસાથે રણનીતિ બનાવતા જોવા મળી શકે છે.

રિપોર્ટ અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફમાં વાપસી લગભગ નક્કી છે અને તેઓ ઈચ્છે છે કે આ વખતે પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ તેમની સાથે આ કોચિંગ સ્ટાફનો હિસ્સો બને. દિલ્હી કેપિટલ્સના એક વરિષ્ઠ અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે યુવરાજ સિંહ ફ્રેન્ચાઈઝી સાથે જોડાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો આવું થશે, તો IPL ઇતિહાસમાં યુવરાજ સિંહનો આ પ્રથમ કોચિંગ કાર્યકાળ (Coaching Stint) હશે.

રોહિત-કોહલીના ભવિષ્ય પર આખરે BCCIએ તોડ્યું મૌન : ‘રોહિતની છેલ્લી મેચ’ના વાયરલ દાવા વચ્ચે 2027 વર્લ્ડ કપ અંગે આપી મોટી સ્પષ્ટતા

રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી યુવરાજ સિંહના વખાણ કરતા લખવામાં આવ્યું છે કે યુવરાજને સત્તાવાર રીતે કોચિંગમાં આવવામાં ભલે થોડો સમય લાગ્યો હોય, પરંતુ તેમણે યુવા ખેલાડીઓને સમજવામાં ઘણો સમય વિતાવ્યો છે. તેઓ માત્ર નામના કોચ કે મેન્ટોર નથી, જે ફોન કે વીડિયો કોલ પર જ્ઞાન આપીને છોડી દે. યુવી પોતે મેદાન પર ઉતરે છે, કડક તડકામાં કલાકો વિતાવે છે અને નેટ્સની પાછળ ઉભા રહીને એક-એક ખેલાડીની બેટિંગ પર બાજ નજર રાખે છે. તેમની આ જ પ્રેક્ટિકલ પદ્ધતિ ખેલાડીઓને ઘણો ફાયદો કરાવે છે."

યુવરાજ સિંહ કેમ ડિમાન્ડમાં છે?

વાસ્તવમાં, 44 વર્ષીય યુવરાજ સિંહ પાસે ભલે અત્યાર સુધી કોઈ ટીમના 'ઓફિશિયલ કોચ' બનવાનો અનુભવ ન હોય, પરંતુ પડદા પાછળ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટના ભવિષ્યને સવારવાનું કામ કરી રહ્યા છે. યુવરાજ સિંહે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા યુવા અને દિગ્ગજ બેટ્સમેનોની ખામીઓને દૂર કરીને તેમને મેચ વિનર બનાવ્યા છે. તેમણે અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને અબ્દુલ સમદ જેવા યુવા બેટ્સમેનોને સખત પ્રેક્ટિસ કરાવી છે.

60 વર્ષ પછી FIFAમાં તૂટ્યો આ ઐતિહાસિક રેકોર્ડ : માત્ર 26 વર્ષની ઉંમરે જોનાથન ડેવિડે કરી કમાલ

ખાસ કરીને અભિષેક શર્માની કરિયરને ચમકાવવામાં યુવીનો સૌથી મોટો હાથ માનવામાં આવે છે. પ્રિયાંશ આર્ય જેવા યુવા ખેલાડીને પણ યુવરાજે ક્રિકેટના પાઠ ભણાવ્યા છે. આ સિવાય તેમણે સંજુ સેમસન, ઋષભ પંત જેવા મોટા ખેલાડીઓ સાથે પણ કામ કર્યું છે અને તેમની રમતને નિખારી છે. આ જ કારણ છે કે સૌરવ ગાંગુલી અને દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ તેમને ગમે તે ભોગે પોતાના ડગઆઉટમાં સામેલ કરવા માંગે છે.

દિલ્હી કેપિટલ્સને 2 ગ્રુપ ચલાવે છે

દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના સંચાલન (Operations)નો એક ખૂબ જ અનોખો નિયમ છે. તેને બે સહ-માલિકો, GMR ગ્રુપ અને JSW ગ્રુપ, બબ્બે વર્ષના વૈકલ્પિક ચક્ર (Alternate Cycles)માં ચલાવે છે. વર્ષ 2025 અને 2026માં ટીમની કમાન GMR ગ્રુપના હાથમાં હતી. હવે વર્ષ 2027 અને 2028 માટે JSW ગ્રુપ ટીમના ઓપરેશન્સનો કંટ્રોલ પોતાના હાથમાં લેવા જઈ રહ્યું છે. જ્યારે અગાઉનું JSW ચક્ર હતું, ત્યારે સૌરવ ગાંગુલી ટીમના મુખ્ય વ્યૂહરચનાકાર હતા. હવે JSWની વાપસી સાથે જ ગાંગુલીની 'ક્રિકેટ ડાયરેક્ટર' (Director of Cricket) અથવા કોઈ મુખ્ય ભૂમિકામાં વાપસીનો રસ્તો સાફ થઈ ગયો છે. આવતાની સાથે જ તેમણે યુવીને પોતાની સાથે જોડવાનો મોટો દાવ રમી દીધો છે.

દિલ્હીમાં આટલા મોટા ફેરફારો કેમ?

દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી બે સીઝન (IPL 2025 અને IPL 2026) અત્યંત નિરાશાજનક રહી છે, જેના કારણે આ મોટા ફેરફારની નોબત આવી છે. અક્ષર પટેલની કેપ્ટનશીપમાં ટીમ બંને વર્ષ પ્લેઓફ (Playoffs)ની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ પાસે કેએલ રાહુલ, મિચેલ સ્ટાર્ક અને કુલદીપ યાદવ જેવા વર્લ્ડ ક્લાસ અને મોંઘા ખેલાડીઓ હતા, પરંતુ ટીમનું પ્રદર્શન ફિકું રહ્યું હતું. વર્ષ 2025માં ટીમે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ બીજા હાફમાં લથડીને પાંચમા સ્થાને રહી હતી. તો વળી, IPL 2026માં ટીમનું પ્રદર્શન ખૂબ જ ઉતાર-ચઢાવવાળું રહ્યું અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ.

"Somebody" એ કરવું પડશે અસાધારણ પ્રદર્શન! : કિશનના ધમાકેદાર ફોર્મથી રોહિત, યશસ્વી, રાહુલ કે શ્રેયસ કોનું સ્થાન સૌથી વધુ જોખમમાં?

હેમાંગ બદામીની ખુરશી પણ જોખમમાં!

બેક-ટુ-બેક 2 સીઝન સુધી ટીમના ખરાબ પ્રદર્શનથી વર્તમાન હેડ કોચ હેમાંગ બદાની (Hemang Badani)ની ખુરશી પર જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે JSW ગ્રુપ અને સૌરવ ગાંગુલી હવે ટીમને એક નવા અને આક્રમક વિઝન સાથે આગળ લઈ જવા માંગે છે, જેમાં યુવરાજ સિંહનો મેન્ટોર્શિપ કે કોચિંગ રોલ યુવા ખેલાડીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.

કોચિંગના મામલે ગાંગુલીનો તાજેતરનો રેકોર્ડ શાનદાર

ભલે આઈપીએલમાં દિલ્હીનું પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં ખરાબ રહ્યું હોય, પરંતુ સૌરવ ગાંગુલીએ દક્ષિણ આફ્રિકાની SA20 લીગમાં પોતાની કોચિંગનો દમ બતાવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ગાંગુલી દિલ્હી કેપિટલ્સની જ સિસ્ટર ફ્રેન્ચાઈઝી 'પ્રિટોરિયા કેપિટલ્સ' (Pretoria Capitals)ના હેડ કોચ હતા અને પોતાની શાનદાર વ્યૂહરચનાના જોરે તેમણે ટીમને ટૂર્નામેન્ટની ફાઈનલ સુધી પહોંચાડી હતી. હવે ગાંગુલી એ જ સફળતા ભારતમાં યુવરાજ સિંહ સાથે મળીને દિલ્હી કેપિટલ્સ માટે દોહરાવવા માંગે છે. યુવરાજ સિંહના આવવાથી દિલ્હીના કેમ્પમાં કેટલો સુધારો થાય છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now