IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ઓપનિંગ મેચ RCB અને SRH વચ્ચેની શરૂઆત ધમાકેદાર રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સીઝનની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર જીત મેળવી છે. આ મેચના પ્લેયર ઓફ ધ મેચ જેકબ ડફી હતા, જ્યારે બેટિંગમાં દમદાર પરફોર્મન્સ કરનાર વિરાટ કોહલી હતા, જેમણે પોતાની શાનદાર બેટિંગથી ટીમને વિજય અપાવ્યો. જોકે, મેચ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચેની એક ક્ષણ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
મેચનો રોમાંચ
સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદ તરફથી કેપ્ટન ઈશાન કિશને 80 રન અને અનિકેત વર્માએ 43 રન ફટકાર્યા હતા. 202 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી RCB માટે વિરાટ કોહલીએ 38 બોલમાં 69 રન બનાવીને મેચને વન-સાઈડેડ કરી દીધી હતી. RCB એ માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
રોમેન્ટિક ફ્લાઈંગ કિસ
મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં ફેન્સ જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલીએ સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા શર્મા તરફ ફરીને ફ્લાઈંગ કિસ આપી હતી. આ ક્ષણ એટલી હૃદયસ્પર્શી હતી કે, સ્ટેડિયમમાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. અનુષ્કા શર્માએ પણ વિરાટના આ અંદાજ પર સ્મિત સાથે પ્રતિક્રિયા આપી હતી, જેના ફોટા અને વીડિયો વાઈરલ થયા છે.
આ પણ ખાસ વાંચો : RCBની જીતની સાથે IPLની શરૂઆત : કોહલી અને પડિકલની જોડી સામે SRH નિષ્ફળ
અનન્યા બિરલાનું રિએક્શન
આ ખાસ પળ દરમિયાન સ્ટેન્ડમાં અનુષ્કા શર્માની સાથે આર્યમાન બિરલાની બહેન અનન્યા બિરલા પણ હાજર હતી. જ્યારે વિરાટે ફ્લાઈંગ કિસ આપી ત્યારે અનન્યા બિરલાનું રિએક્શન જોવા જેવું હતું. તે પણ ફેન્સની જેમ જ ખુશીથી ઝૂમી ઉઠી હતી. અનન્યા અને અનુષ્કા સાથે બેસીને મેચનો આનંદ માણી રહ્યા હતા અને આ ક્ષણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
સોશિયલ મીડિયા પર ધૂમ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને X (અગાઉનું ટ્વિટર) પર અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યો છે. ફેન્સ 'વ્હોલસમ વાઈરલ મોમેન્ટ' તરીકે આ વીડિયો શેર કરી રહ્યા છે. વિરાટ અને અનુષ્કાના સંબંધો હંમેશા ચાહકો માટે પ્રેરણારૂપ રહ્યા છે અને આ મેચ બાદ ફરી એકવાર 'વિરુષ્કા' સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.





