રાજધાની દિલ્હીમાં હવામાનના બદલાતા માહોલને કારણે ઇન્ફ્લુએન્ઝા A (H3N2) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.
ડોકટરો જણાવે છે કે આ ફ્લૂ જીવલેણ નથી, પરંતુ તે તાવ, શરીરમાં દુખાવો, ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ પેદા કરે છે. વૃદ્ધ દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ પણ નોંધાઈ રહી છે.
કેવી રીતે ફેલાય છે વાયરસ?
ખાંસી, છીંક કે વાતચીત દરમિયાન નીકળતા ટીપાં દ્વારા.
ચેપગ્રસ્ત વ્યક્તિએ સ્પર્શેલી વસ્તુઓ અથવા સપાટીઓને સ્પર્શવાથી.
કેસોની સ્થિતિ
છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો.
સામાન્ય રીતે 3 દિવસમાં સ્વસ્થ થતા દર્દીઓને હવે 7 થી 10 દિવસ લાગે છે.
લોકલ સર્કલ સર્વે:
11 હજાર ઘરોના સર્વેમાં જાણવા મળ્યું કે 69% ઘરોમાં ઓછામાં ઓછો એક સભ્ય ફ્લૂથી પીડિત છે.
માર્ચની શરૂઆતમાં આ આંકડો 54% હતો.
H3N2 ફ્લૂના લક્ષણો
ઊંચો તાવ
સતત ઉધરસ
ગળામાં દુખાવો
શરીર અને સ્નાયુઓમાં દુખાવો
થાક અને નબળાઈ
વહેતું કે બંધ નાક
માથાનો દુખાવો
ક્યારેક ઉબકા કે ઉલટી (ખાસ કરીને બાળકોમાં)
રાખો આટલી સાવચેતી
દર વર્ષે ફ્લૂની રસી લેવો, ખાસ કરીને H3N2 સામે રક્ષણ આપતી રસી.
વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા.
ચેપગ્રસ્ત લોકોથી અંતર જાળવો.
ખાંસી–છીંક સમયે કોણી કે ટીશ્યૂ પેપરનો ઉપયોગ કરો.
ગીચ અથવા બંધ જગ્યામાં માસ્ક પહેરો.
વારંવાર સ્પર્શ થતી સપાટીઓને સાફ અને સેનિટાઈઝ કરો.