International News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ભારતીય મૂળના ચંદ્ર નાગમલ્લૈયાની હત્યાની નિંદા કરી હતી. તેમણે આ હત્યાને ખૂબ જ ભયાનક ગણાવી હતી. આ આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં દોષિત ઠેરવાઈ ચૂક્યો છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહતો હતો. ટ્રમ્પે આ ઘટના સામે ટ્રુથ સોશ્યલ પર ગુસ્સે સાથે લખ્યું કે, "હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે ઉદારતાનો સમય પૂરો થયો છે, આવા કેસમાં કડક સજા ફરજિયાત છે."
પોલીસ રિપોર્ટ મુજબ, ટૂટી ગયેલા વોશિંગ મશીનના વિવાદ બાદ ઝઘડો થયો અને એ ઝડપથી હિંસક રૂપ ધારણ કરી ગયો. કોબોસ-માર્ટિનેઝે ચંદ્રમૌલી પર અનેકવાર છરીથી હુમલો કર્યો અને તેમની પત્ની અને પુત્રની સામે તેમનું માથું કપાઈને કચરાપેટીમાં ફેંકી દીધું. આરોપી ઘટના પછી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી. પોલીસે તે જ દિવસે માર્ટિનેઝની ધરપકડ કરી. પોલીસે કોબોસ-માર્ટિનેઝ પાસેથી લોહીથી ખરડાયેલી ટી-શર્ટ, છરી, નાગમલ્લાયાનો ફોન અને એક કી કાર્ડ જપ્ત કર્યું. તેણે હત્યાની કબૂલાત કરી. ભારતીય દૂતાવાસે પણ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે સંપર્કમાં છે અને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. આ હત્યાએ અમેરિકા સહિત ભારતીય સમુદાયમાં પણ ભય અને દુઃખનો માહોલ પેદા કર્યો છે.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું-
ચંદ્ર નાગમલ્લૈયા ડલ્લાસના એક વ્યક્તિ હતા. તેમની પત્ની અને પુત્રની સામે, એક ગેરકાયદેસર ક્યુબન ઇમિગ્રન્ટ દ્વારા તેમનું ક્રૂરતાપૂર્વક માથું કાપી નાખવામાં આવ્યું હતું. આપણા દેશમાં આવું ક્યારેય ન બનવું જોઈએ.
ટેક્સાસમાં ભારતીયની હત્યા પર ટ્રમ્પની તીખી પ્રતિક્રિયાઃ
ટ્રમ્પે કહ્યું કે હુમલાખોરની અગાઉ બાળ જાતીય શોષણ અને કાર ચોરી જેવા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનના વહીવટ પર નિશાન સાધતા કહ્યું કે આ ગુનેગારને બાઇડનના શાસન હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો અને ક્યુબાએ પણ તેને પાછો લેવાનો ઇનકાર કર્યો હતો.
હકીકતમાં, ભારતીય મૂળના નાગમલ્લૈયાની 10 સપ્ટેમ્બરના રોજ ટેક્સાસના ડલ્લાસમાં હત્યા કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું, 'ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે ઉદારતાનો સમય હવે પૂરો થઈ ગયો છે, હવે સજા આપવામાં આવશે.'
ટ્રમ્પે કહ્યું- ગુનેગારને કડક સજા મળશે
ટ્રમ્પે લખ્યું, 'નિશ્ચિત રહો, આ ગુનેગાર અમારી કસ્ટડીમાં છે. તેને ફર્સ્ટ ડિગ્રી મર્ડર માટે દોષિત ઠેરવવામાં આવશે. તેને કડક સજા મળશે'
ટ્રમ્પે તેમની ટીમની પ્રશંસા કરી. અમારા સુરક્ષા અધિકારીઓ અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહ્યા છે.'