અમદાવાદ નજીક આવેલા જાલીસણા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જે સમગ્ર ઘટના દૃશ્ય આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
લેણદેણ વિવાદમાં ફેરવાયું અને ફાયરિંગ
મળતી માહિતી મુજબ, ઘટનાનું કારણ દુકાનમાં કામ કરતા મજૂરને સોંપેલી પૈસાની ઉઘરાણી બાબતે થયેલા વિવાદને લઈને બન્યું હતું. દુકાનના માલિકે મશ્રિકને ₹10,000ની રકમ ઉઘરાવવા માટે મોકલ્યો હતો, પરંતુ આ લેણદેણ વિવાદમાં ફેરવાયું અને વિવાદ અંતે ફાયરિંગ સુધી પહોંચી ગયો હતો.
ફાયરિંગમાં દુકાનદાર ઈજાગ્રસ્ત
આ ઉઘરાણીના મુદ્દે ગુસ્સે થયેલા શખ્સોએ સીધા દુકાનમાં આવીને ફાયરિંગ કર્યું, જેના પરિણામે દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે. DySP સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી દબોચી લીધો છે