હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે સવારે વાદળ ફાટવાના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અનેક વાહનો કાટમાળમાં દબાયા હતા અને રસ્તાને પણ ભારે નુકસાન થયું હતું.
મુખ્યમંત્રીએ કર્યું ટ્વિટ
સમગ્ર ઘટના બાદ હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ટ્વિટમાં દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને ટ્વિટમાં લખ્યું - નામહોલ (બિલાસપુર) માં વાદળ ફાટવાની ઘટનાઓ અને મંડી જિલ્લાના ધરમપુર વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ અત્યંત પીડાદાયક છે. આ બે ઘટનાઓને કારણે ઘણા પરિવારોને ભારે નુકસાન થયું છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સંકટની આ ઘડીમાં, મારી સંવેદના દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે છે.
વહેલી સવારે ભૂસ્ખલન થયું
કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, નહીંતર મોટી દુર્ઘટના બની શકી હોત. અસરગ્રસ્ત ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવે.બીજી બાજુ, મંડી જિલ્લાના ધરમપુરના સપદી રોહ ગામમાં શનિવારે સવારે 4 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ઘણા ઘરો કાટમાળથી ઘેરાયેલા છે.