મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શનિવારે, જ્યારે તેઓ હોટ એર બલૂન પ્રવૃત્તિ માટે મંદસૌર પહોંચ્યા હતા, ત્યારે તેમના હોટ એર બલૂનમા આગ લાગી ગઈ. જોકે, તેમની સાથે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને હોટ એર બલૂનમાંથી બહાર કાઢ્યા. આ પછી, આગ ઓળવવામાં આવી.
મળતી માહિતી મુજબ, મંદસૌરમાં ગાંધી સાગર અભયારણ્ય છે . દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. શનિવારે સવારે મુખ્યમંત્રી પણ હોટ એર બલૂન પ્રવૃત્તિ માટે આવ્યા હતા. જ્યારે તેઓ બલૂનની અંદર હતા, ત્યારે હોટ એર બલૂનનો નીચેનો ભાગ આગમાં ફસાઈ ગયો. પરંતુ તેમના રક્ષણ માટે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને બહાર કાઢ્યા અને પછી આગ ઓલવી નાખી.
ત્યારે, ગરમ હવાના ફુગ્ગાની સંભાળ રાખનારાઓએ જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી બલૂનમાં ચઢ્યા ત્યારે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આવી સ્થિતિમાં, બલૂન આગળ વધી શક્યું નહીં. જેના કારણે તેના નીચેના ભાગમાં આગ લાગી ગઈ.