Disha Patani House Firing Case: અગાઉ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટના બની હતી. સલમાન ખાન પછી હવે દિશા પટાણીના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. દિશાના ઘરે ફાયરિંગની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે લીધી છે.
શું છે આખો મામલો?
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ભાઈઓ, આજે બરેલીના સિવિલ લાઇન્સમાં ખુશ્બુ પટાણી અને દિશા પટાણીના ઘરે ફાયરિંગ થયું છે, અમે તે કર્યું છે. પોસ્ટમાં આગળ લખ્યું છે કે તેણે આપણા પૂજ્ય સંત પ્રેમાનંદ જી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય જી મહારાજનું અપમાન કર્યું છે.
ધર્મને લઈ ફાયરિંગ
આ જ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, 'તેણે આપણા સનાતન ધર્મને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. આપણા પૂજ્ય દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ તો ફક્ત એક ટ્રેલર હતું, આગલી વખતે જો તે અથવા કોઈ આપણા ધર્મ પ્રત્યે કોઈ અભદ્ર વર્તન કરશે, તો અમે કોઈને પણ તેમના ઘરમાંથી જીવતો નહીં છોડીએ'.
ફિલ્મ ઉદ્યોગને ચેતવણી
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'આ સંદેશ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગ અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકો માટે છે. આપણે આપણા ધર્મનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. આપણા માટે, ધર્મ અને આખો સમાજ હંમેશા એક છે અને તેમનું રક્ષણ કરવું આપણી પહેલી ફરજ છે.
વાયરલ પોસ્ટની પુષ્ટી આપણા કરતા નથી
નોંધનીય છે કે, રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે દિશાના ઘરે ગોળીબારની જવાબદારી લીધી હોવાની પોસ્ટ સામે આવી છે. જોકે, ઓફબીટ સ્ટોરીઝ આ વાતની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટના આધારે જ આ માહિતી આપવામાં આવી રહી છે. આ બાબતે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.